કરનાલ તા.5 કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અહી જણાવ્યુ હતું કે ભારતીય જનતા પાર્ટી એસઆઈઆરના મુદ્દે સંસદમાં ચર્ચા માટે વિશેષ સત્ર બોલાવવા તૈયાર છે. તેમણે રાહુલ ગાંધીને પડકારતા કહ્યું હતું કે રાહુલ ગાંધી વડાપ્રધાન મોદીને પત્ર લખીને ખાસ સત્ર બોલાવવાની માંગ કરે સરકાર આ મુદ્દે સંસદમાં કરી ચર્ચા કરવા તૈયાર છે. કોંગ્રેસને ખોટુ બોલવુ બંધ કરવુ જોઈએ અને સંસદમાં ચર્ચાથી ભાગવુ ન જોઈએ.કરનારમાં ભાજપની લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો, પદયાત્રા બાદ જનસભાને સંબોધીત કરતા અમિત શાહે રાહૂલ ગાંધી પર નિશાન સાધ્યુ હતું તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી તો સંસદ ચાલવા દે, ના તો ત્યાં મુદ્દા પર ચર્ચા કરે છે.
એસઆઈઆરનો બચાવ કરતા અમિત શાહે કહ્યું હતું કે મતદાર યાદીમાં મોટી સંખ્યામાં એવા નામ છે જેમાં મૃત વ્યકિતઓ અને બીજા રાજયોમાં સ્થળાંતરીત થઈ ચૂકેલાનાં નામો એકથી વધુ જગ્યાએ છે.
10 કરોડ નામોમાં આવી વિસંગતીઓ છે તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીનો સ્પષ્ટ સંકલ્પ છે. ઘુસણખોરોને ગોતી કાઢવા મતદાર યાદીમાંથી તેમના નામ હટાવવા અને તેમને દેશથી બહાર કરવા તેમણે કહ્યું હતું કે 2014, 2019, 2024 માં એસઆઈઆર નહોતી તેમ છતા કોંગ્રેસ હારી હતી.
