દિવાળીના તહેવાર વચ્ચે ખાંડના ભાવમાં ભડકો! એક જ મહિનામાં કિલોએ ₹4નો વધારો, છૂટક બજારમાં ભાવ ₹65 સુધી પહોંચ્યો

Spread the love

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મોંઘવારીનો વધુ એક માર સામાન્ય જનતા પર પડ્યો છે. ઘી, બટર અને CNGના ભાવમાં વધારા બાદ હવે ખાંડ પણ મોંઘી (Sugar Price Hike) થઈ છે. છેલ્લા એક મહિનામાં ખાંડના ભાવમાં પ્રતિ કિલો રૂ. 4નો વધારો નોંધાયો છે. તહેવારો દરમિયાન મીઠાઈ અને પકવાનો બનાવવાની તૈયારી કરી રહેલા પરિવારોના બજેટ પર તેની સીધી અસર પડી રહી છે.સ્થાનિક છૂટક બજારમાં ખાંડના ભાવ (Sugar Retail Price)માં ગુણવત્તા પ્રમાણે તફાવત જોવા મળી રહ્યો છે. કેટલીક જગ્યાએ ખાંડનો ભાવ પ્રતિ કિલો રૂ. 65 સુધી પહોંચી ગયો છે. જ્યારે મુખ્ય જથ્થાબંધ બજારોમાં ખાંડનો સરેરાશભાવ રૂ. 55.40 પ્રતિ કિલો નોંધાયો છે.

 

એક તરફ દિવાળીના કારણે મીઠાઈ, ચોકલેટ અને પરંપરાગત વાનગીઓની માંગ વધી (Diwali Inflation) રહી છે, તો બીજી તરફ ખાંડના ભાવમાં સતત વધારો થતાં ગ્રાહકોને વધુ ખર્ચ કરવો પડી રહ્યો છે.

 

એક વર્ષમાં ખાંડ રૂ. 15 મોંઘી થઈ

 

બજારના ભાવની સરખામણી કરીએ તો છેલ્લા એક વર્ષમાં ખાંડના ભાવમાં મોટો વધારો(Sugar Wholesale Price) થયો છે. બરાબર એક વર્ષ પહેલાં છૂટક બજારમાં ખાંડનો સરેરાશ ભાવ પ્રતિ કિલો રૂ. 49 હતો. તેની સામે હાલમાં કેટલીક જગ્યાએ ભાવ રૂ. 65 સુધી પહોંચી ગયો છે. આમ, એક વર્ષમાં ખાંડ પ્રતિ કિલો આશરે રૂ. 15થી 16 મોંઘી થઈ છે.

 

તહેવારોમાં વધેલી માંગની અસર

 

સ્થાનિક હોલસેલ વેપારીઓના જણાવ્યા અનુસાર, આ વર્ષે ખાંડની મિલોમાંથી સપ્લાય મર્યાદિત રહ્યો છે. બીજી તરફ દિવાળીના કારણે માંગમાં વધારો થયો છે. સપ્લાય અને માંગ વચ્ચેના તફાવતનેકારણે બજારમાં ભાવ ઊંચા ગયા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

 

દિવાળીના તહેવાર દરમિયાન ઘરમાં મીઠાઈ અને વિવિધ પકવાનો બનાવવાની પરંપરા છે. આવા સમયે ખાંડ સહિત જીવનજરૂરી વસ્તુઓના ભાવ વધતાં ગૃહિણીઓનું ઘરખર્ચનું બજેટ ખોરવાઈ રહ્યું છે. ઘી, દાળ, ચોખા અને અન્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારા વચ્ચે ખાંડ મોંઘી થતાં તહેવારની ખરીદીનો ખર્ચ પણ વધી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *