ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં દિલ્હી રામપુર હાઈવે ઝીરો પોઈન્ટ મુંઢાપાંડે વળાક પર અજીબ સ્થિતિ બની ગઈ, જ્યારે 6 નવેમ્બરના રોજ અચાનક રોડ પર લાખો માછલીઓ તરફડિયા મારવા લાગી. હકીકતમાં આ માછલીઓને જે ટ્રેક્ટરમાં લઈ જતા હતા, અચાનક તેની તાડપત્રી ફાટી ગઈ, જેના કારણે પાણી સાથે માછલીઓ રોડ પર પડી. ટ્રેક્ટરમાંથી આ માછલીઓ ક્યાંક તળાવમાં નાખવા માટે લઈ જતી હતીઅચાનક રોડ પર માછલીઓ ફેલાતા એક સાઈડનો ટ્રાફિક જામ થઈ ગયો. સૂચના મળતા જ પોલીસે તાત્કાલિક આજુબાજુના લોકોને બોલાવી અને રાહદારીઓની મદદથી ઝાડૂ અને વાઈપર લઈને રોડ પર ફેલાયેલી માછલીઓને એક સાઈડ કરી જેમ તેમ કરી ટ્રાફિક ચાલુ કર્યો.
માછલીઓના બચ્ચા હતા, જેને બીજ કહેવાય છે
મુરાદાબાદમાં દિલ્હી રામપુર હાઈવે ઝીરો પોઈન્ટ મુંઢાપાંડે વળાંક પર ટ્રેક્ટરની તાડપત્રી ફાટી જવાથી રોડ પર ફેલાયેલી લાખો માછલીઓને લઈ જે જાણકારી સામે આવી છે, તેમાં માછલીઓના બચ્ચા હતા, જેને બીજ કહેવાય છે અને તળાવમાં નાખવા માટે લઈ જતા હતા. મોટી સંખ્યામાં માછલીઓ હતી એટલા માટે ટ્રેક્ટર-ટ્રોલીમાં પ્લાસ્ટિકની તાડપત્રી બાંધીને તેમાં પાણી ભરવામાં આવ્યું હતું અને પછી તેમાં માછલી નાખીને લઈ જતા હતા. જો કે લઈ જતી વખતે રસ્તામાં કોઈ કારણસર તાડપત્રી ફાટી ગઈ અને પાણી સાથે માછલીઓ રોડ પર આવી ગઈ. જો કે જ્યાં સુધીમાં માછલીઓને હટાવવામાં આવી ત્યાં સુધીમાં તો મોટા ભાગની માછલીઓ મરી ગઈ હતી. તેમાં લાખોનું નુકસાન થયું હોવાનું કહેવાય છે. આમ આ રીતે એક સાઈડનો રોડ જામ થઈ ગયો હતો, જેને ખોલવા માટે પોલીસે સ્થાનિક લોકોની મદદ પણ લીધી હતી.
ઝાડૂ અને વાઈપરની મદદથી માછલીઓ હટાવી
રોડ પર ફેલાયેલી લાખો માછલીઓને હટાવવા માટે ટ્રાફિકને રોકી ઝાડૂ અને વાઈપરની મદદથી રોડ પર ફેલાયેલી માછલીઓને માંડ માંડ એક સાઈડમાં કરાવી. ઘણી વાર સુધી ટ્રાફિકની લાંબી લાઈનો લાગી, જેમ તેમ કરીને ટ્રાફિક ચાલુ કર્યો.
