gj 18 એસટી ડેપો ખાતે કર્તવ્ય સેતુ ફાઉન્ડેશન દ્વારા મીઠાઈ વિતરણ કરવામાં આવી, ડ્રાઇવર કંડક્ટરો માટે મીઠાઈ વિતરણ થતા કર્મચારીઓમાં ખુશી

Spread the love

દિવાળીના તહેવાર દરમિયાન પણ પોતાના પરિવારથી દૂર રહી મુસાફરોની સુરક્ષા, સુવિધા અને સલામત મુસાફરી માટે સતત ફરજ બજાવતા એસ.ટી. બસના ડ્રાઇવર અને કંડક્ટર ભાઈઓના સેવાભાવ અને કર્તવ્યનિષ્ઠાને બિરદાવવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.

“આ પ્રસંગે ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી કવન પટેલ, ટ્રસ્ટી ડો. જયદીપ શર્મા, શ્રી રાજ પ્રજાપતિ, શ્રી પાર્થ મજેઠિયા સહિત ફાઉન્ડેશનના અન્ય સભ્યો અને મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાથે મળીને એસ.ટી. બસના ડ્રાઇવર અને કંડક્ટર ભાઈઓને મીઠાઈનું વિતરણ કરી દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હત

આ પ્રસંગે ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, આપણા તહેવારોની ખુશીઓમાં અનેક કર્મયોગીઓનું સમર્પણ અને પરિશ્રમ જોડાયેલો હોય છે. જ્યારે સમગ્ર પરિવાર તહેવારની ઉજવણી કરતો હોય છે, ત્યારે આવા કર્મયોગીઓ પોતાની ફરજને પ્રાથમિકતા આપીને સમાજની સેવા કરતા હોય છે. તેમના આ યોગદાનને સન્માન આપવું એ આપણી સામાજિક જવાબદારી છે.

 

કર્તવ્યસેતુ ફાઉન્ડેશન દ્વારા આ નાનકડા પ્રયાસ થકી ફરજ પ્રત્યેની નિષ્ઠા અને સેવાભાવને બિરદાવી, દિવાળીની ખુશીઓમાં આ કર્મયોગીઓને સહભાગી બનાવવાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.

 

“આપણી ખુશીઓમાં તેમની ખુશીઓનો પણ સમાવેશ થાય, એ જ સાચી દિવાળીની ઉજવણી!”

 

કર્તવ્યસેતુ ફાઉન્ડેશનનો આ પ્રયાસ સમાજમાં સેવા, સંવેદના અને સન્માનની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.

 

કર્તવ્યસેતુ ફાઉન્ડેશન

સેવા એ જ સંસ્કાર, કર્તવ્ય એ જ સન્માન!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *