ગાંધીનગર જિલ્લાના મહુડી જૈન તીર્થમાં દિવાળીના પર્વે વિશેષ હવન યોજાયો. ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાંથી હજારો શ્રદ્ધાળુઓ અહીં પહોંચ્યા અને ઘંટાકર્ણ વીરનાં દર્શન કર્યાં.
શ્રદ્ધાળુઓએ હવનમાં ભાગ લીધો. દિવાળીએ વર્ષોથી ચાલતી પરંપરા મુજબ બપોરે 12:39 વાગ્યે ઘંટનાદ સાથે નાડાછડીની ગાંઠ વાળવામાં આવી. આ પરંપરા જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા.
દિવાળીના પર્વે તીર્થધામમાં વિશેષ શણગાર અને રોશની કરવામાં આવી હતી. રાત્રે રંગબેરંગી રોશનીથી મહુડી તીર્થ ઝળહળી ઊઠ્યું.
