ડભોડિયા હનુમાનજી મંદિરમાં ભક્તિનો મહાકુંભ! 10 લાખ ભક્તોનાં દર્શન, ડ્રોન શો અને લોકડાયરાએ જમાવી રંગત!

Spread the love

ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામમાં આવેલા શ્રી ડભોડિયા હનુમાનજી મંદિરમાં ધનતેરસ અને કાળી ચૌદશના બે દિવસ દરમિયાન અંદાજે 8થી 10 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા. આ પ્રસંગે ધાર્મિક મહોત્સવ અને લોકમેળાનું આયોજન થયું હતું.ભક્તોએ હનુમાનજી દાદાનો 18 હજાર લિટરથી વધુ તેલથી મહારુદ્રાભિષેક કર્યો હતો. મંદિર ટ્રસ્ટે શ્રદ્ધાળુઓને બુંદીનો પ્રસાદ નિઃશુલ્ક વહેંચ્યો હતો.

રાત્રે મંદિર પરિસરમાં ડ્રોન શો યોજાયો હતો. આકાશમાં વિવિધ દૃશ્યો અને રોશની જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. રાત્રે લોકડાયરાનું પણ આયોજન થયું હતું.ધનતેરસ અને કાળી ચૌદશ નિમિત્તે હનુમાનજી દાદાની શોભાયાત્રા અને અન્ય ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ભક્તોની ભીડને કારણે ડભોડા ગામ અને મંદિર પરિસરમાં મેળા જેવો માહોલ હતો.

ભક્તોને દર્શન કરવામાં મુશ્કેલી ન પડે અને કાર્યક્રમ શાંતિથી પૂરો થાય તે માટે સ્વયંસેવકોએ વ્યવસ્થા સંભાળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *