દિવાળીના તહેવારોમાં રાજ્યમાં વીજ વપરાશમાં મોટો કડાકો, 5 દિવસમાં 4517 મેગાવોટ ઘટી વીજ માંગ

Spread the love

પ્રકાશના મહાપર્વ દિવાળી અને નૂતન વર્ષના તહેવારોની સીધી અને વ્યાપક અસર રાજ્યના ઉર્જા ક્ષેત્ર પર જોવા મળી રહી છે. દિવાળીના તહેવારોમાં રાજ્યભરના નાના-મોટા ઔદ્યોગિક એકમો, ટેક્સટાઇલ મિલો, એન્જિનિયરિંગ પ્લાન્ટ્સ અને કેમિકલ એકમોમાં મિની વેકેશન જાહેર થઈ જતાં ઔદ્યોગિક વિસ્તારોમાં વીજળીનો વપરાશ સાવ તળિયે બેસી ગયો છે. જેના પરિણામે છેલ્લા માત્ર 5 દિવસના ગાળામાં ગુજરાતમાં વીજળીની માંગમાં અધધ…

 

4,517 મેગાવોટનો જંગી ઘટાડો નોંધાયો છે. સામાન્ય દિવસોમાં સતત ઊંચા રહેતા વીજ વપરાશનો ગ્રાફ તહેવારો શરૂ થતાંની સાથે જ ઝડપથી નીચે તરફ સરકી ગયો છે. ઉર્જા વિભાગના નિષ્ણાતોના મતે હજુ લાભ પાંચમ સુધી ઉદ્યોગોમાં કામકાજ બંધ રહેનાર હોવાથી વીજ માંગમાં ઘટાડાનો આ ટ્રેન્ડ યથાવત રહેવાની સંભાવના છે.તારીખ દૈનિક વીજ માંગ (મેગાવોટ) સ્થિતિ

3 નવેમ્બર 26,700 MW સામાન્ય ઔદ્યોગિક ધમધમાટ

4 નવેમ્બર 26,400 MW 300 મેગાવોટનો ઘટાડો

5 નવેમ્બર 26,188 MW 212 મેગાવોટનો ઘટાડો

6 નવેમ્બર 24,634 MW 1,554 મેગાવોટનો મોટો ઘટાડો

7 નવેમ્બર 22,995 MW 1,639 મેગાવોટનો મોટો ઘટાડો

ઔદ્યોગિક ઉત્પાદન ઠપ્પ, રહેણાંક વિસ્તારોમાં પણ નિયમિત વપરાશ

 

સુરતની ટેક્સટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી, અમદાવાદ-વડોદરાની કેમિકલ અને ફાર્મા ફેક્ટરીઓ તેમજ રાજકોટ-મોરબીના એન્જિનિયરિંગ અને સિરામિક ક્લસ્ટરમાં શ્રમિકો વતન રવાના થતાં ઉત્પાદન કામગીરી સંપૂર્ણપણે બંધ છે. ઔદ્યોગિક એકમો બંધ રહેવાથી વીજ લોડમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. તહેવારો દરમિયાન રોશની અને લાઈટિંગનો વપરાશ વધ્યો હોવા છતાં, હજારો પરિવારો દિવાળી વેકેશન ગાળવા બહારગામ કે વતન ગયા હોવાથી રહેણાંક વિસ્તારોના નિયમિત લોડમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. વેપાર-ધંધા અને ઉદ્યોગો લાભ પાંચમ (લાભ પંચમી) ના શુભ મુહૂર્તે ફરી ધમધમતા થશે, ત્યાં સુધી રાજ્યમાં વીજ ગ્રીડ પરનો લોડ ઓછો રહેશે અને વીજ કંપનીઓને લોડ મેનેજમેન્ટમાં મોટી રાહત મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *