મેરુ માલણ : જ્યારે ગાડાં ભરીને લોકો ફિલ્મ જોવા આવતા અને થિયેટરોમાં પૈસા ફેંકતા

Spread the love

મેરુ માલણ” ફિલ્મ 1985માં રજૂ થઈ, ત્યારે થિયેટરોમાં લોકો ‘ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય…’, ‘તું મારો મેરુ, તું મારી માલણ…’ જેવાં ગીતો પર છૂટા પૈસા બૅલ્કનીમાંથી ફેંકતા હતા. તેથી ગીત આવે ત્યારે થિયેટરમાં આગલી હરોળ (અપર સ્ટૉલ)ના દર્શકો થોડા આઘા-પાછા થઈ જતા કે, ઉપરથી પૈસા ફેંકાશે અને માથામાં અથડાશેફિરોઝ ઈરાની બોલે કે, ‘આ માણકાનો ઘા પાણકા જેવો હોય…’ એટલે દર્શકોમાં તાળી અને સીટીનું મોજું ફરી વળે.

 

હિતુ કનોડિયા આવું કહીને જણાવે છે કે, “એ ગીતો અને ડાયલૉગ્સ ફરી સિનેમાના રૂપેરી પડદે જીવંત થવાનાં છે, કારણ કે 9 નવેમ્બરથી ‘મેરુ માલણ’ ફિલ્મ સિનેમાઘરોમાં ફરી રજૂ થઈ છે.”

 

ફિલ્મની રી-રિલીઝ પહેલાં અમદાવાદના એક સિનેમાઘરમાં 4 નવેમ્બરે ‘મેરુ માલણ’નો સ્પેશિયલ શો યોજાયો હતો, જે નિહાળવા હિતુ કનોડિયા, મોના થીબા વગેરે કલાકારો આવ્યાં હતાં.

 

હિતુ કનોડિયાએ ગુજરાતીને જણાવ્યું હતું કે, “‘મેરુ માલણ’ જેવી ખૂબ વખણાયેલી ફિલ્મ જ્યારે ફરી રિલીઝ થઈ રહી હોય, ત્યારે એ હિન્દી સિનેમામાં જેમ ‘મુઘલ-એ-આઝમ’ કે ‘શોલે’ જેવી ફિલ્મ ફરી રિલીઝ થતી હોય, તેના જેવો અવસર છે.”.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *