ગુજરાતમાં ૨૦૨૨ની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સૌથી મહત્વના મતો ગણાય છે તે કોળી સમાજના મતોની સંખ્યા વિશેષ છે. ત્યારે ભાજપમાં કોળી સમાજના લાડકા અનેહરહંમેશ સમાજ માટે ખડેપગે ઉભા રહેલા પરસોતમ સોલંકીને કટ ટુ સાઇઝ કરવાની કોશિશ અમુક પાર્ટીના વિરોધીઓ ચલાવી રહ્યા છે પણ, ભીડ ભેગી કરવી અને ભીડમાંથી મત મેળવવા એ ખુબ જ અઘરું છે. ત્યારે, સૌથી વધારે જીત અપાવનારા અને સૌથી વધારે જીત મેળવનારા એવાં અણનમ રાજકારણનાં ખેલાડી પરસોતમ સોલંકી જેઓ સૌરાષ્ટ્રમાં ભાઈનાં નામથી પ્રચલિત છે. ત્યારે હાલ કોળી સમાજમાં નવું નામ મહેન્દ્ર મુંજપુરાનું દબદબાભેર ચલાવી રહ્યા છે. પણ,ભાઈનાં આશીર્વાદ જરૂરી છે. નવો ઘોડો રેસમાં સૌથી વધારે દોટ લગાવે પણ થાકી જાય ત્યારે ૨૫ થી વધારે વર્ષથી પરસોતમ સોલંકી આજે પણ પ્રજામાં રાજ કરી રહ્યા છે.ત્યારે કોંગ્રેસ છોડીને આવેલા અને ભાજપના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને પણ કટ ટુ સાઇઝ કરવા અનેક રાજકીય કાવાદાવાઓ શરુ થયા છે. આમ જાેવા જઇએ તો કુંવરજી બાવળિયા પ્રજાનાં કામો કરવા હાલ તત્પર બનેલા છે. અને, સૌરાષ્ટ્ર કોળી સમાજમાં તેમનું એક મજબૂત લેવલ છે. પણ,ભાઈ પરસોતમ સોલંકીનું જે લેવલ છે તે મજબૂત લેવલ આજે પણ છે. ૨૦૧૭ ની વિધાનસભાની ચૂંટણીમાં ભાઈનું બોર્ડ પૂરું કરવા શકિતસિંહ ગોહિલની સામે લડાવ્યા હતા. ત્યારે ઉપર કક્ષાએ એવું હતુ કે ભાઈ ચુંટણી નહિ જીતી શકે,બોર્ડ પૂરું થઈ જશે પણ,ભાઈનો દબદબો અકબંધ રહ્યો અને લીડથી જીતીને તો આવ્યા પણ સામે કોંગ્રેસના મોટાં માથા એવા શકિતસિંહને હરાવ્યા હતા. ત્યારે સૌરાષ્ટ્રમા આજેપણ ભાઈનો સિક્કો અકબંધ છે.હાલ નાદુરસ્ત તબિયતનાં કારણોસર ભાઈ કદાચ હાજરી ઓછી આપતા હોય પણ, પ્રજાનાં કામ દબદબાભેર થાય છે.તેમાં બે મત નથી. ત્યારે સમાજ માટે પણ હરહંમેશ અડીખમ રહેલા છે. ભીડ ભેગી થાય એટલે બધા મતો ઝોળીમાં ન આવી જાય. સમાજના મતોથી લઈને પ્રજાનાં કામો ઝડપભેર કરવાની કુનેહ ભાઈ પાસેથી શીખવા જેવી છે. ત્યારે ભાવનગર જિલ્લામાં અને સૌરાષ્ટ્રમાં આવેલું તોકતે વાવાઝોડાએ ભાજપમાં પણ વાવાઝોડું લાવી દીધું છે. વાવાઝોડામાં માછીમારો તથા અસરગ્રસ્તોને રાહત, સહાય જાેઇએ તે મળી નથી. તેમાં કુંવરજી બાવળિયાએ સ્ટેટમેન્ટ આપતા ભાઈએ પણ સૂર પુરાવ્યો હતો. ત્યારે આ બન્ને નેતાના ડર અને ટેનશનથી ભાજપ હાલ એટેંશન થઈ ગયું છે. ત્યારે જન આશીર્વાદ યાત્રામાં મહેન્દ્ર મુંજપરાને પ્રમોટ જે કરવામાં આવી રહ્યા છે તેમાં બાવળિયા અને ભાઈની કોળી સમાજ માટે વર્ચસ્વની લડાઈમાં કોંગ્રેસ લાભ ન ખાટી જાય તે માટે અત્યારથી જ પાળ બાંધવાની શરૂઆત કરી દીધી છે. જન આશીર્વાદ યાત્રામાં મંત્રી મનસુખ માંડવીયા, પુરુષોત્તમ રૂપાલા સહિતના અનેક કેન્દ્રીય મંત્રીઓ કરતાં જન આશીર્વાદ યાત્રામાં મહેન્દ્ર મુંજપરાને આવકારવા વધુ લોકોની ભીડ થાય તે માટે અથાગ પ્રયત્નો આદરી દીધા છે. કોળી વોટ બેંકની જવાબદારી મંત્રી મુંજપરાનાં માથે નંખાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. આ બધા પાછળ રાજકીય ગણિતમાં મંત્રી બાવળિયા, પરસોતમ સોલંકીનું કદ ઘટાડવું પણ તે હાલ તો અશક્ય દેખાઈ રહ્યુ છે. ભીડ ભેગી કરવી અને તે ભીડમાંથી મતો સેરવવા તેમાં ઘણો જ તફાવત છે. બાકી,૩૦ વર્ષના રાજકારણમાં અણનમ ખેલાડી રહેલા અને પોતે જ્યારે ઇચ્છે ત્યારે દાવ ડીકલર કરશે બાકી, કોળી સમાજમાં આજેપણ પાવરફુલ દબદબો જે રહેલો છે તે વટભેર પુરુષોત્તમ સોલંકીનો મજબૂત છે.