ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર રાજકીય ચર્ચાઓ તેજ બની છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની અર્જુન મોઢવાડિયા સાથેની મુલાકાતને લઈને રાજકીય વર્તુળોમાં અનેક અટકળો શરૂ થઈ છે. ખાસ વાત એ છે કે જ્યારે લોકભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત હતા, ત્યારે બળદેવજી ઠાકોરે અર્જુન મોઢવાડિયા સાથે મુલાકાત કરી હતી. મળતી માહિતી મુજબ, બળદેવજી ઠાકોર અર્જુન મોઢવાડિયાના મંત્રી તરીકેના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તેમની સાથે મુલાકાત કરી હતી.આ સમગ્ર મામલે બળદેવજી ઠાકોરે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, તેમની આ મુલાકાત સંપૂર્ણપણે અંગત કે સ્થાનિક પ્રશ્નને લઈને હતી. તેમણે કહ્યું કે તેઓ થોળ તળાવના પ્રશ્નો અને તળાવ પાસે રસ્તા બનાવવાના મુદ્દે અર્જુન મોઢવાડિયાને મળવા ગયા હતા.બળદેવજી ઠાકોરે રાજકીય ચર્ચાઓને પાયાવિહોણી ગણાવી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ‘આ વાત ખોટી છે. હું અર્જુન મોઢવાડિયાના બંગલે મળવા ગયો હતો. થોળ તળાવના પ્રશ્નોને લઈને તેમની સાથે મુલાકાત કરી હતી.’
બગદાણા વિવાદમાં નવો વળાંક: મોણપર સ્ટેટના ક્ષત્રિય યુવાને નવનીત બાલધિયા પર લગાવ્યા ગૌચર ખનનના ગંભીર આરોપ
‘હું કોંગ્રેસનો પાયાનો કાર્યકર છું’
પક્ષપલટાની અટકળો વચ્ચે બળદેવજી ઠાકોરે પોતાની રાજકીય સ્થિતિ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, ‘હું કોંગ્રેસનો પાયાનો કાર્યકર છું. હું કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસમાં જ રહીશ.’તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે તેમની રાજકીય કારકિર્દી બગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકભવનમાં હાજર હતા અને તે જ સમયે અર્જુન મોઢવાડિયા સાથે થયેલી મુલાકાતને તેમણે માત્ર એક સંયોગ ગણાવ્યો હતો.
ગુજરાતના રાજકારણમાં ચર્ચાઓ તેજ
એક તરફ લોકભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી અને બીજી તરફ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની અર્જુન મોઢવાડિયા સાથેની મુલાકાતને કારણે રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે.જોકે, બળદેવજી ઠાકોરે તમામ અટકળોને ફગાવીને થોળ તળાવના સ્થાનિક પ્રશ્નોને જ મુલાકાતનું કારણ ગણાવ્યું છે. સાથે જ કોંગ્રેસ છોડવાની કોઈ શક્યતા ન હોવાનું પણ સ્પષ્ટ કર્યું છે.હાલમાં આ મુલાકાતને લઈને રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ બળદેવજી ઠાકોરના નિવેદન મુજબ આ મુલાકાત પાછળ કોઈ રાજકીય કારણ નહોતું.
