જય શાહ ફરી ICCના ચૅરમૅન બન્યા, નિર્વિરોધ પસંદગી થઈ- ન્યૂઝ અપડેટ

Spread the love

જય શાહ ફરી ICCના ચૅરમૅન બન્યા, નિર્વિરોધ પસંદગી થઈ- ન્યૂઝ અપડેટ

 

આઈસીસી બોર્ડનું કહેવું છે કે આ નિર્ણય જય શાહના નેતૃત્વ પર તેના વિશ્વાસને દર્શાવે છે (ફાઇલ ફોટો).

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ જય શાહને બીજી વખત પોતાના ચૅરમૅન તરીકે નિયુક્ત કર્યા છે. તેમને આ પદ માટે નિર્વિરોધ રીતે પસંદ કરવામાં આવ્યા છે.

 

આઈસીસીએ જણાવ્યું કે બાલી ખાતે યોજાયેલી બોર્ડ અને સમિતિની બેઠકો દરમિયાન આઈસીસીના નિર્દેશકોએ જય શાહને બીજા કાર્યકાળ માટે ચૅરમૅન બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

 

આઈસીસી બોર્ડનું કહેવું છે કે આ નિર્ણય જય શાહના નેતૃત્વ પર તેના વિશ્વાસને દર્શાવે છે. સાથે જ, તે ક્રિકેટના ભવિષ્યને લગતી યોજનાઓને આગળ વધારવામાં સતતતા જાળવવામાં મદદ કરશે.

 

જય શાહે કહ્યું, “આઈસીસી બોર્ડે મારા પર જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તે બદલ હું ગૌરવ અનુભવું છું. તેમના સતત વિશ્વાસ અને સમર્થન માટે હું તમામ નિર્દેશકોનો આભારી છું.”

 

“આઈસીસી ચૅરમૅન તરીકે કામ કરવું મારા માટે સન્માનની વાત છે અને તેની સાથે એક જવાબદારી પણ જોડાયેલી છે.”

 

38 વર્ષીય જય શાહ અગાઉ ભારતીય ક્રિકેટ નિયામક મંડળ (BCCI) ના સચિવ હતા. તેમણે ડિસેમ્બર 2024માં આઈસીસીના ચૅરમૅન તરીકે પદભાર સંભાળ્યો હતો.

 

બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ અને પ્રિન્સેસ કેથરીન ભારત પહોંચ્યાં, વડા પ્રધાન મોદી સાથે પણ કરશે મુલાકાતચાર વર્ષમાં પહેલી વાર બ્રિટનના પ્રિન્સ વિલિયમ અને તેમનાં પત્ની પ્રિન્સેસ કેથરીન સત્તાવાર વિદેશ પ્રવાસે સાથે ભારત પહોંચ્યાં છે. આ દરમિયાન તેઓ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે.

 

કેથરીનની કેન્સરની સારવાર ચાલી રહી હોવાથી તેમની વિદેશ યાત્રાઓ મર્યાદિત રહી છે. જોકે, આ અઠવાડિયે તેઓ પોતાના પતિ સાથે અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે.

 

આમાંથી મોટા ભાગના કાર્યક્રમો અર્થશૉટ પ્રાઇઝ સાથે સંબંધિત છે. તેની શરૂઆત પ્રિન્સ વિલિયમે કરી હતી.

 

આ પહેલ હેઠળ હવામાન પરિવર્તનના મોટા પડકારોનો સામનો કરવા માટે શ્રેષ્ઠ ઉકેલો રજૂ કરનારાઓને પાંચ પુરસ્કારો આપવામાં આવે છે.

 

શાહી પરિવારના એક પ્રવક્તાએ જણાવ્યું હતું, “પ્રિન્સેસને અર્થશૉટ દ્વારા પ્રિન્સની સિદ્ધિઓ પર ઘણો ગર્વ છે. તેઓ આ વર્ષના તેમના સૌથી મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોમાંના એકમાં તેમની સાથે જોડાવા માટે આતુર છે.”

 

વડા પ્રધાન મોદી સાથેની મુલાકાત શાહી દંપતિના કાર્યક્રમમાં બાદમાં ઉમેરવામાં આવી હતી.

 

મોદીએ ખાતરી આપી હતી કે તેઓ ફિલિપાઇન્સના પોતાના નિર્ધારિત પ્રવાસમાંથી સમયસર પરત આવશે અને તેમની સાથે મુલાકાત કરશે.

 

પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ બુધવારે આ મુલાકાત માટે મુંબઈથી દિલ્હી આવશે.

 

પંચમહાલ: ‘આદિવાસી રિઝર્વ સીટ પર ખોટા પ્રમાણપત્રથી ફૉર્મ ભરનારને ભાજપ મદદ નહીં કરે’ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે બીજું શું કહ્યું

 

 

15 નવેમ્બરે આદિવાસી સમુદાયના લોકનાયક બિરસા મુંડાની 151મી જન્મજયંતી હતી. આ દિવસે પંચમહાલના ધારાસભ્ય જેઠાભાઈ આહીરે જાહેર મંચ પરથી એક નિવેદન કર્યું હતું તે ચર્ચામાં છે.

 

પંચાયતની ચૂંટણીમાં આદિવાસી રિઝર્વ સીટ પર આદિવાસી સર્ટિફિકેટના આધારે ફૉર્મ ભરનારને ભાજપ સમર્થન કે સહકાર નહીં આપે તેવી મંચ પરથી ખુલ્લી જાહેરાત કરી છે.

 

તેમણે કહ્યું છે કે ચૂંટણીઓમાં અસલ આદિવાસી રહી જાય અને તેમની જગ્યાએ નકલી સર્ટિફિકેટ લઈને આદિવાસી અનામત સીટ પરથી ચૂંટણી લડે તે કોઈ પણ અંશે વ્યાજબી નથી”

 

“પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આદિવાસી રિઝર્વ સીટ પર ખોટા પ્રમાણપત્રથી ફૉર્મ ભરનારને ભાજપ મદદ નહીં કરે”

 

ગુજરાત સરકારે જાહેરાત કરી હતી કે, તે ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે 12થી 18 નવેમ્બર દરમિયાન ‘રાષ્ટ્રીય જનજાતીય ગૌરવ દિવસ’ ઉજવશે.

 

ઊગતા સૂર્યને પ્રાર્થના સાથે છઠ પર્વ સંપન્ન, જુઓ આ તસવીરો

 

 

આજે છઠ પર્વનો છેલ્લો દિવસ છે. દેશના જુદા જુદા વિસ્તારોમાં સોમવારે સવારે શ્રદ્ધાળુઓએ ઊગતા સૂર્યની પૂજા કરી.

 

આ સાથે, ચાર દિવસથી ચાલી રહેલું છઠ પર્વ સંપન્ન થયું.

 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ છઠની શુભેચ્છા પાઠવી હતી.

 

તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે ઊગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરીને મહાપર્વ છઠની ચાર દિવસીય વિધિ સંપન્ન થઈ છે.

 

દેશ અને દુનિયામાં છઠ મહાપર્વ ઉજવી રહેલા ભક્તોની તસવીરો જુઓ.

 

નેપાળના પરસા જિલ્લામાં છઠ પૂજા કરતા શ્રદ્ધાળુઓ  પ્રયાગરાજ પર રવિવારે સાંજે છઠ પૂજા બાદ તસવીર લેતી મહિલાઓ ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ છઠ્ઠ પર્વ પર પૂજા કરતા જોવા મળ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *