ગુરુગ્રામથી અડીને આવેલા 6 ગામના ખેડૂતો માટે મોટી સમાચાર આવ્યા છે. આ ગામડામાં ખેડૂતો પાસેથી લેવાઈ રહેલી જમીન માટે વળતરના ભાવ નક્કી થઈ ગયા છે. તેથી ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં 980 કરોડ રુપિયા ટ્રાંસફર કરવામાં આવશે. જ્યાં ખેડૂતોને અધિગ્રહણ બાદ વળતરની રકમ મળશે. વળી આ ગામડાની જમીન પર એક આલિશાન શહેર ઊભું થવાનું છે, જે આવાના સમયમાં ગુરુગ્રામને પણ ટક્કર મારશે.આ ગામડાની જમીન પર ગ્રેટર એસપીઆરથી ગુરુગ્રામના રિયલ એસ્ટેટટ વિકાસને ગતિ મળવા જઈ રહી છે. આવા સમયે અહીં સારી કનેક્ટિવિટી, પ્રીમિયમ હાઉસિંગ પ્રોજેક્ટ્સની લોન્ચિંગ અને ડેવલપર્સની આવક તો વધશે જ પણ આ વિસ્તારમાં આવનારા સમયમાં ગુરુગ્રામના મુખ્ય રિયલ એસ્ટેટ ડેસ્ટિનેશન તરીકે મજબૂત થશે.
હરિયાણા સરકાર દ્વારા પ્રસ્તાવિત ગ્રેટર સાઉદર્ન પેરિફેરલ રોડ માટે જમીન અધિગ્રહણની પ્રક્રિયા આગળ વધી છે. જે અંતર્ગત આ છ ગામડા માટે વળતરના ભાવની જાહેરાત કરવામાં આવી છે અને લગભગ 986 કરોડની કૂલ ચુકવણી કરવાની છે. આ પ્રોજેક્ટથી ગુરુગ્રામ અને આજુબાજુના વિસ્તારમાં કનેક્ટિવિટીમાં ઉલ્લેખનિય સુધારો થવાની આશા છે.
જમીન અધિગ્રહણ વિભાગે આ છ ગામડા માટે 4.92 કરોડથી 8.25 કરોડ પ્રતિ એકર સુધીના વળતરના ભાવ નક્કી કર્યા છે. તેમાં ગુરુગ્રામનું બાદશાહપુરને સૌથી વધારે 8.25 કરોડ પ્રતિ એકર વળતર મળશે. ત્યાર બાદ માનેસર માયદાવાસ વિસ્તારના માયદાવાસને 6.17 કરોડ, બેહરામપુરને 5.26 કરોડ, ધુમસપુરને 5.19 કરોડ, ઉલ્લાવાસને 4.96 કરોડ અને કાદરપુરને 4.92 કરોડ પ્રતિ એકર વળતર નિર્ધારિત કર્યું છે.
કેટલી જમીન અધિગ્રહણ થશે
હરિયાણા શહેરી વિકાસ પ્રાધિકરણ તરફથી લગભગ 160 એકર જમીનનું અધિગ્રહણ થઈ રહ્યું છે, જેના માટે લગભગ 986 કરોડનું વળતર આપવામાં આવશે. આ ઉપરાંત રોડ નિર્માણ માટે જરુરી 166 એકર જમીન પહેલાથી ટ્રાંસફરેબલ ડેવલપમેન્ટ રાઈટ્સના બદલે સરકારને હસ્તાંતરિત થઈ ચુક્યા છે.
આ જમીન પર શું બનશે
આ 6 ગામની જમીનો પર ગ્રેટર એસપીઆર વસાવવામાં આવશે. જ્યાં રિયલ એસ્ટેટ બજારની એકથી એક મોટી કંપનીઓ અને ડેવલપર્સ પોતાના પ્રોજેક્ટ લોન્ચિંગ કરવાની તૈયારી કરી રહ્યા છે.
આ મોટી કંપનીઓ લગાવી રહી છે દાવ
ગ્રેટર એસપીઆરમાં ગુરુગ્રામની અનેક પ્રતિષ્ઠિત મોટી કંપનીઓ રોકાણ કરી રહી છે. તેમાં DLF લિમિટેડના સેક્ટર 63 સ્થિત પ્રોજેક્ટ ‘ધ ઓરિવા’ (The Aureva)ના તમામ 172 રહેણાંક યુનિટ્સનું વેચાણ પૂર્ણ થઈ ગયું છે. આ પ્રોજેક્ટ દ્વારા કંપનીને અંદાજે ₹1,985 કરોડનું વેચાણ થયું છે.
બીજી તરફ, BPTPએ સેક્ટર 66માં 504 લક્ઝરી રહેણાંક યુનિટ્સ ધરાવતા ‘ડાઉનટાઉન 66’ (Downtown 66) પ્રોજેક્ટની શરૂઆત કરી છે. પાયોનિયર અર્બને સેક્ટર 62માં અલ્ટ્રા-લક્ઝરી સર્વિસ્ડ રેસિડેન્સ પ્રોજેક્ટ ‘અલુરા’ (ALURA) રજૂ કર્યો છે.
વ્હાઇટલેન્ડ કોર્પોરેશનની પણ એસપીઆર કોરિડોરમાં મજબૂત હાજરી છે. કંપનીના મુખ્ય પ્રોજેક્ટ્સમાં સેક્ટર 76 સ્થિત ‘ધ એસ્પેન’, ‘ધ એસ્પેન આઇકોનિક’ અને ‘બ્લિસવિલ’નો સમાવેશ થાય છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસથી ગુરુગ્રામને મળશે નવી મજબૂતી
આ પ્રોજેક્ટ ગુરુગ્રામના વિકાસ માટે પણ અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે. ગ્રેટર એસપીઆર માત્ર એક અન્ય રોડ પ્રોજેક્ટ નથી, પરંતુ તેમાં શહેરના મુખ્ય રહેણાંક વિસ્તારો, કોમર્શિયલ હબ અને રોજગાર કેન્દ્રો વચ્ચેની કનેક્ટિવિટી વધુ સુદૃઢ બનાવવાની ક્ષમતા છે.
આ પ્રોજેક્ટના અમલીકરણથી હાલના મુખ્ય રસ્તાઓ પરનું નિર્ભરતાનું ભારણ ઘટશે અને લોકોને અવરજવર માટે વધુ વિકલ્પો ઉપલબ્ધ થશે. પરિણામે ગુરુગ્રામના શહેરી વિકાસ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રને પણ નવી ગતિ મળી શકે છે.