તેરા તુજકો અર્પણ, પર મેરા ક્યા? એસીબી કા ઝટકા,

Spread the love

ડભોઇ રેલવે પોલીસના મહિલા પીએસઆઇ દારૃના ગુનાના આરોપી પાસેથી મોબાઇલ ઝૂંટવી લીધા બાદ તેને પરત કરવા માટે રૂપિયા 20 હજારની લાંચ લેતા પોતાના જ પોલીસ સ્ટેશનમાં જ રંગે હાથ ઝડપાઇ ગયા છે.પ્રાપ્ત માહિતી મુજબ ડભોઇ રેલવે પોલીસ સ્ટેશનમાં એક માસ પહેલા દારૃનો ગુનો નોંધાયો હતો. આ ગુનાની તપાસ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એકતા જયંતીભાઇ પંડયા (રહે.ડભોઇ રેલવે કોલોની, મૂળ બહુમાળી ભવનની પાછળ, અમરેલી) કરતા હતાં.

દારૂ ના આ ગુનાના આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા અને ત્યાંથી આગોતરા જામીન મંજૂર કરાવ્યા હતાં.

બાદમાં દારૂના ગુનાનો આરોપી ડભોઇ રેલવે પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો ત્યારે પીએસઆઇ એકતા પંડયાએ તેનો મોબાઇલ લઇ લીધો હતો અને જો આ મોબાઇલ પરત જોઇતો હોય તો રૂપિયા 20 હજાર આપવા પડશે તેમ કહ્યું હતું. દરમિયાન દારૂના ગુનાના આરોપીને લાંચની રકમ આપવી નહી હોવાથી તેને લાંચ રુશ્વત વિરોધી બ્યૂરોમાં ફરિયાદ કરી હતી.

આ ફરિયાદ બાદ છોટાઉદેપુરના પીઆઇ એસ.કે. ચારેલે સ્ટાફના માણસો સાથે લાંચનું છટકું ગોઠવ્યું હતું. દારૂના ગુનાનો આરોપી લાંચની રકમ રૂપિયા 20 હજાર લઇ પોતાનો મોબાઇલ છોડાવવા ગયો હતો. પીએસઆઇ એકતા પંડયાની ચેમ્બરમાં તેને રૂપિયા 20 હજાર આપી સુચિત ઇશારો કરતાં જ એસીબીની ટીમે મહિલા પીએસઆઇને લાંચની રકમ સાથે ઝડપી પાડી હતી. આ અંગે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *