સુરત ભાજપમાં તોડકાંડ! ગેરકાયદે બાંધકામના સેટલમેન્ટમાં કોર્પોરેટરોના નામ ઉછળ્યાં, 18 લાખના સેટલમેન્ટની ચર્ચાથી રાજકીય ગરમાવો!

Spread the love

સુરત ભાજપમાં તોડકાંડ! ગેરકાયદે બાંધકામના સેટલમેન્ટમાં કોર્પોરેટરોના નામ ઉછળ્યાં, 18 લાખના સેટલમેન્ટની ચર્ચાથી રાજકીય ગરમાવો!

 

સુરત ભાજપમાં આંતરિક જૂથવાદ હવે નવા વિવાદ સાથે ચર્ચામાં આવ્યો છે. ગેરકાયદે બાંધકામના સેટલમેન્ટમાં ભાજપના કેટલાક કોર્પોરેટરોના નામ સામે આવતાં રાજકીય ગરમાવો વધ્યો છે.

 

અખબારી અહેવાલ મુજબ વોર્ડ નંબર 29ના કોર્પોરેટરોને બે-બે લાખ રૂપિયા મળ્યાની ચર્ચા છે.એટલું જ નહીં, ધારાસભ્યના નામે 10 લાખ રૂપિયા કોણ લઈ ગયું તેવો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો છે.

 

આ સમગ્ર મામલે આશરે 18 લાખ રૂપિયાના સેટલમેન્ટના દાવાને લઈને ભાજપના જ જૂથોમાં ખેંચતાણ અને આક્ષેપબાજી શરૂ થઈ છે.

 

બીજી તરફ કેટલાક કોર્પોરેટરોએ આ આક્ષેપો અંગે અજાણ હોવાની વાત કરી છે અને ચોટિંગની પુષ્ટિ કરવાનો ઇનકાર કર્યો હોવાનો અહેવાલમાં ઉલ્લેખ છે.

 

સવાલ એ છે કે જનતાના પ્રતિનિધિઓનાં નામ જ જો આવા સેટલમેન્ટના વિવાદમાં ઉછળે તો શહેરમાં ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી કોણ કરશે?

 

શું સુરત ભાજપનો આંતરિક જૂથવાદ હવે જાહેરમાં બહાર આવી રહ્યો છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *