સુરેન્દ્રનગર મનપાની બોડીએ ચાર્જ સંભાળ્યો ત્યાંરથી વહીવટ કથળી રહયો હોય એવુ લાગી રહયુ છે ત્યારે માત્ર એક દુકાનનું ભાડુ 15 હજાર છે એવી 8 દુકાન વાળી મિલ્કત નિયમોને નેવે મુકી માત્ર 2690 રૂ.ભાડે પેઢી આંબા કે નવા સોગંદનામા વગર ઠરાવ કરી રૂપીયા ભરી મંજૂરી આપતા સુરેન્દ્રનગર મનપાને લાખો રૂપીયાનું નુકશાન થવાનું દેખાતા અંદરો અંદર ગણગણાટ તેજ થયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં મહાનગરપાલીકાની માલીકીની આઠ દુકાનો ભેગી કરો એવી મિલ્કત બોસ્ટન રેસ્ટ હાઉસ જે મિલ્કત નામ ટ્રાન્સફર કરવાની અગાઉના બે પાલીકા પ્રમુખ અને વહીવટદાર સમયથી મંજૂરી માંગી હતી એમ છતાય કોઇએ કર્યુ નહી.પરંતુ હાલ સુરેન્દ્રનગર મનપાના સતાધીશોએ ભાડુઆત મહિલા જીવીત હોવા છતાય નવુ સોગંદનામુ લીધા વગર 2022ના સોગંદનામા આધારે પેઢી આંબા કે વારસાઇ વગર ભાડુ વધાર્યા વગર માત્ર 2690 રૂ.ભાડે મુળ માલીક લીલીબેનના બદલે એની દીકરી ઓર્ડી બારલોના નામે ટ્રાન્સફર કરવા માટે 1.5 લાખ રૂપીયા ભરવાની મંજૂરી આપી નામ બદલવા સંપતિ આપતા ભારે વિવાદ થયો છે.આ મિલ્કત માત્ર 2690 રૂ.ના ભાડે હોવાનું દેખાઇ રહયુ છે ત્યારે નીચે એક દુકાન 15000 રૂ.ભાડું ચાલે છે અને અગાઉના ત્રણ પાલીકા પ્રમુખ,વહીવટદારે નામ ટ્રાન્સફર કરવાની મંજૂરી નહી આપી છતાય હાલની મનપાના સતાધીશોએ સરકારે નિયમોને નેવે મુકીને મંજૂરી આપતા મનપાને લાખો રૂપીયાનું નુકશાન થાય એવુ દેખાતુ હોવાથી મનપાના જ સદસ્યો અને શહેરના વેપારીઓએ ભારે નારાજગી વ્યકત કરી ઉંચ કમીશ્નર જે.કે.જાદવ આ વિવાદાસ્પદ મામલે ઠરાવ રદ્ કરી કડક કાર્યવાહી કરે એવી શહેરીજનો માંગ કરી રહયા છે.આવી જ રીતે અંગત સ્વાર્થ માટે આડેધડ મનપાની મિલ્કતો સરકારી નિયમો નેવે મુકીને ભાડે આપતા રહેશે તો મનપાને અને ભાજપની બોડી હોવાથી ભાજપની છબીને પણ નુકશાન થઇ શકે છે.બીજી તરફ પુર્વ પાલીકાના નેતાએ જણાવેલકે આ જગ્યા ગામડામાંથી આવતા સામાન્ય લોકોને રાહતદરે રહી શકે જમી શકે એવા હેતુથી ભાડે આપી હતી પરંતુ અહી તો 300 રૂ.ની થાળી વેચી ભાડુઆત કરોડો રૂપીયાની કમાણી કરી રહયા હોવાથી મનપાની જગ્યાનો ભાડાનો હેતુ પણ સિધ્ધ નહી થતો હોવાથે આ જગ્યાની જાહેર હરાજી કરી ફરીથી ભાડે આપવાની કાર્યવાહી કરવી જોઇએ તો ચોકકસ મનપાની આવકમાં વધારો થાય.હવે કમીશ્નર શું નિર્ણય લે છે એની સામે સૌની નજર મંડાયેલી છે.
