ગુજરાતનું કહેવાતું પાટનગર તેને GJ-૧૮ જિલ્લામાં માણસા વાલે તુને કર દિયા કમાલ રઘુપતિ રાઘવ રાજા રામ તેમ કેન્દ્રીય ગૃહમંત્રીએ વિકાસના કામો કરીને માણસાને નવું સુકાન સોંપી છે, તેમ સેવાભાવી અને વિસામો, આશરો, આનંદમય પણ આ ગામમાંથી જ મળે, ત્યારે બલરામ એવા બલ્લુભાઈને આજે જયપ્રભુથી દરેક જગ્યાએ એક નામ ગુંજતું થયું છે, ભાઈનું નામ કનુ એવા કનૈયા જે આજે હયાત નથી પણ કૃષ્ણના ભાઈ એવા બલરામ એવા “જયપ્રભુ (બાપુ)” એવા બલરામસિંહ ચાવડા પોતે વૃંદાવન ધામનું નિર્માણ કરી રહ્યા છે, ત્યારે દુખીયારા અને ગમે ત્યારે ટેન્શનમાં હોય તો વૃંદાવન ધામ એવા જયપ્રભુ પાસે વિસામો લો એટલે કાંઈ પણ ટેન્શન માંથી બહાર આવી જવાય, ભણતર કરતા ગણતરને વધુ મહત્વ આપતા “જયપ્રભુ (બાપુ)” પાસે ઘણું જ જાણવા જેવું છે, અનેક જટિલ પોલ્યુશન જેવા પ્રશ્નોનું સોલ્યુશન અને ગમે તેવી ગુંચ બાપુ કાઢી દે, પોતે આજે રાજ્યમાં ઘરડા ઘર બની રહ્યા છે તેનું ખૂબ જ દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે, ઘરડાઘર કેમ બનાવવા પડે,કોના માટે ? ભણેલા, ચતુર, પૈસાવાળા જાે બુદ્ધિશાળી હોય તો ઘરડાઘર કેમ? અભણ અને કોઈ પ્રકારનું જ્ઞાન ન હોય તેવા લોકો ઘરડાઘરને નર્કાગાર ગણી રહ્યા છે, ત્યારે જયપ્રભુ (બાપુ) જિંદગી હજુ બાકી છે દોસ્ત તે ફિલ્મ લોકોને બતાવવા આખો શો બુક કરી દીધો હતો, અને જે ઘરડા ઘરમાં રહે છે તેને આ ફિલ્મ બતાવીને એક ઇતિહાસ સર્જ્યો હતો, અસારવા માં રહીને સાબરમતીનું પાણી પીને મોટા થયેલા નીલકંઠ મહાદેવ પાસે ખૂબ જ રહ્યા હતા ભોળાના ભગવાન એ શંકર પોતે બીટી બિયારણનો ધંધો કરતા, હરિયાણા પંજાબથી લઈને અન્ય રાજ્યમાં પણ જયપ્રભુનું નામ અદબભેર લેવાય, બાપુ ખરા પણ દારૂના કટ્ટર વિરોધી, હા કોઈ સેવા કાર્ય કરવું હોય તો સલાહ જયપ્રભુ પોતે પત્ની તથા પુત્રવધુની ખાસ લે, અને પુત્રવધુની સલાહ જે કામ સેવાનું હોય તેમાં ઉચ્ચતમ અને ઉચ્ચ કોટીના વિચાર સાથે શરૂ કરવા પુત્રવધુની લીલી ઝંડી વધુ મજબૂત હોય
મૂડીનું વ્યાજ કોને વ્હાલું ના હોય, ત્યારે દીકરાના દીકરાને મળી આવે, પણ હા પોતાના પુત્ર અને પોતે ઘણા જ કાર્યક્રમમાં ભેગા થઈ જાય, બાકી આમંત્રણ ભલે બંનેનું અલગ હોય પણ ભેગા કાર્યક્રમમાં થાય, ઘરે જય પ્રભુને મળવું હોય તો પણ દીકરાએ સમય લેવો પડે, બાકી સવારે ૧૧ થી ૪ જયપ્રભુ માણસા રોડ પર કાર્યાલય બેઠા હોય, એકવાર મળો એટલે “વૃંદાવન” જેવું જ લાગે, સાબરમતીનો છેડો એક અજાયબીજ છે, અમદાવાદનું ભદ્રકાળી મંદિર એટલે ગમે તેવી ગુંચ પડી હોય અહીં દર્શન કરે એટલે ગમે તેવી ગુંચ નીકળી જાય, બાકી લોકો સોના પાછળ ઘેલા થયા છે, પણ જયપ્રભુ (બાપુ) ઓન્લી સિલ્વરમેન તેમ શરીર ઉપર ચાંદી જ પહેરે, હર હંમેશાં તમે જીવનમાં છોડતા શીખશો તો આપોઆપ જાેડાતું આવશે, આજે નાના વેપારીઓની ભારે ચિંતા પણ પોતે કરીને કહી રહ્યા છે કે મોટા મોલ બન્યા જેના કારણે વ્યાપારીઓ ક્યાં જશે તેની ચિંતા જયપ્રભુ કરી રહ્યા છે, ત્યારે પોતે નાના વેપારીઓ શ્રમજીવી પાસેથી ખરીદી કરવાનો આગ્રહ પોતે કહી રહ્યા છે કે આ દેશ આપણો આ લોકો ચલાવે છે, દેશની ઇકોનોમિ આ લોકો પર ર્નિભર છે, આત્મનિર્ભર બનવાનો પોતે મંત્ર કહી રહ્યા છે, ‘વોકલ ફોર લોકલ’ તેમ દેશની ચીજ વસ્તુ દેશમાં બનતી હોય તે ખરીદવાનો આગ્રહ રાખો તેવું કહી રહ્યા છે
આજે લોકો લગ્નમાં અનેક પ્રકારના ભોજનો બનાવીને બગાડ કેટલો થાય છે, ત્યારે પોતે સુખડી, મોહનથાળ, લાડુમગજ, ફૂલવડી, ગાંઠિયા ચણાના લોટના લાડુ આ કેમ પહેલા પ્રસંગોમાં હતા કે ૧૫ દિવસ કશું જ ના થાય, અને કોઈને આપી શકાય, જરાય બગાડ ના થાય, અને આજે સવારનું ભોજન સાંજે ફેંકી દેવું પડે ‘યૂઝ એન્ડ થ્રો’ અનાજનો ૨૦% બગાડ જે થાય છે તે બગાડ અટકી જાય, આજે પાણીના સ્તર નીચે ગયા પણ વાવો હતી ત્યારે પણ નીચા જતા હતા, પગથિયાં નીચે કેમ બનાવવામાં આવતા તેના કારણે પાણી ઊંડું જતું રહે એટલે વાવો ઊંડી અને પગથિયાં બનાવતા, હા, ગમે તેવો ડિગ્રીધારાક હોય પણ “જયપ્રભુ” પાસે પાણી ભરે, ભણતર કરતાં ઘડતરનું જે જ્ઞાન છે તે ખજાનો સોનાની ખાણ “જયપ્રભુ” (બાપુ)ના મગજમાં છે, તેમની પાસે સમય કાઢીને બેસો એટલે તમને આજની પેઢી કરતાં જૂની પેઢીનું તમે જાણો તો આ સલાહથી અનેક ભવ તરી જાય, આજે “વૃંદાવન ધામ“ માણસા ખાતે નિર્માણ કરીને માણસામાં બીજા સેવાભાવી અને સિલ્વરમેન કહો કે સિલ્વર “જયપ્રભુ” (બાપુ) પણ કહી શકાય, સવારથી સેવાનો ધોધ ચાલુ જ હોય તેમના દ્વારે એન્ટ્રી લીધી એટલે પહેલા અહીંયા તમને ઓટલો બેસવાનો અને પછી રોટલો મળે, જયપ્રભુ (બાપુ) આખા પંથકમાં નામ છે, નેતાઓ ચૂંટાયેલા હોય એટલે ઓળખે, બાકી જયપ્રભુને સેવા થકી નાનું બાળકથી લઈને મોટા પણ ઓળખે, હજુ તો પાશેરામાં પોણી જ છે, બાકી જયપ્રભુની અનેક વાણી ચર્ચા સલાહ વિચારો રજૂ કરતા રહીશું..
આપેલું, દીધેલું, વેચેલું, ક્યારે ફોગટ જતું નથી, ભૂખ્યાને ભોજન, જેમ રોટલા નો ટુકડો તેમ હરી ઢુકડો, “વૃંદાવન ધામ“ એટલે કૃષ્ણના ભાઈ એવા બલરામ (જયપ્રભુ) બલ્લુભાઈ નિર્માણ કરી રહ્યા છે,
આવનારા દિવસોમાં સાબરમતી નદીના કિનારે ક્યાંય ઘાટ રહ્યો નથી, ઇન્દિરા બ્રિજ પાસે નદીના કાંઠે ઘાટ હતો તે લુપ્ત થઈ ગયો છે, તેને પૂજા અર્ચના આરતી કરવી હોય તો સાબરમતી નદી ત્યાંથી વહે છે, ત્યાં ક્યાંય ઘાટ નથી જેથી “ઘાટ” તૈયાર કરવાનું છે પ્રભુ (બાપુ) એ મન બનાવી લીધું છે,
સાબરમતી નદીનું એક સંતે કહ્યું હતું કે, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ, રઘુપતિ રાઘવ રાજા રામ, તેમ સાબરમતી નદીનું પાણી પીનારા ક્યાંય દુનિયામાં પાછા ન પડે તેવું “જયપ્રભુ”નો મંત્ર છે
ઝરણાના પાણી પીને લોકો ૧૫૦ વર્ષ જીવતા, નદીના પાણી પીને ૧૨૦, કુવાના પાણી પીને સેન્ચ્યુરી મારતા, માટલાના પાણી પીને ૮૦વર્ષ, બાટલાના પાણી પીને હવે ૬૦ થી ૭૦ નું આયુષ્ય થઈ ગયું છે,



