અમદાવાદના સરદારનગરમાં વાસ્તુ પૂજન પ્રસંગે દારૂની કથિત મહેફિલના વીડિયો વાયરલ થયા બાદ ધારાસભ્યએ આપી પ્રતિક્રિયા; કહ્યું, ‘આર્મીમેનના ઘરે વાસ્તુ પૂજન હતું એટલે ગઈ હતી, દારૂપાર્ટી અંગે અમને કોઈ જાણ નહોતી.’
ગુજરાતમાં દારૂબંધી વચ્ચે અમદાવાદના સરદારનગર વિસ્તારમાં વાસ્તુ પૂજનના પ્રસંગે દારૂ-બિયરની મહેફિલના વીડિયો વાયરલ થતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.નંદીગ્રામ સોસાયટી નજીક આવેલા શિવ બંગલોઝમાં યોજાયેલા વાસ્તુ પૂજન કાર્યક્રમમાં નરોડાનાં ભાજપનાં ધારાસભ્ય ડો. પાયલ કૂકરાણી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. જોકે, દારૂપાર્ટીના વીડિયો સામે આવ્યા બાદ હવે ધારાસભ્યએ સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું છે કે, તેઓ ભાજપના કાર્યકરોના દબાણને કારણે આમંત્રણને માન આપીને વાસ્તુ પૂજનના કાર્યક્રમમાં ગયાં હતાં અને ત્યાં દારૂની મહેફિલ યોજાઈ હોવાની તેમને કોઈ જાણ નહોતી. ધારાસભ્ય પાયલ કૂકરાણીએ આ મામલે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે, વાયરલ વીડિયો અંગે સરદારનગર પોલીસ સ્ટેશનના પીઆઈ, ડીસીપી અને અમદાવાદ શહેર પોલીસ કમિશનરને જાણકારી આપવામાં આવી છે. હવે આ મામલે કાર્યવાહી કરવામાં આવશે તેવી તેમણે ખાતરી આપી છે.દારૂપાર્ટીના વીડિયો સામે આવ્યા બાદ પોતાની હાજરી અંગે સ્પષ્ટતા કરતાં નરોડાથી ભાજપના ધારાસભ્ય ડો. પાયલ કૂકરાણીએ જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલાં ભાજપના કાર્યકરોએ તેમને વાસ્તુ પૂજનના કાર્યક્રમમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. આર્મીમાં ફરજ બજાવતા વ્યક્તિનું ઘર હોવાથી અને શુભ પ્રસંગનું આમંત્રણ મળતાં તેઓ પોતાના વિસ્તારમાં કાર્યક્રમમાં હાજરી આપવા ગયાં હતાં. તેમણે વધુમાં કહ્યું હતું કે, “ઈશ્વરીય કાર્ય સમજીને અમે કાર્યક્રમમાં હાજરી આપી હતી. અહીંની દારૂપાર્ટી અંગે અમને કોઈ જાણ નહોતી.” આ નિવેદન દ્વારા ધારાસભ્યએ વાસ્તુ પૂજનમાં પોતાની હાજરી સ્વીકારી છે, પરંતુ દારૂની મહેફિલ અંગે જાણકારી હોવાનો ઇનકાર કર્યો છે.વાયરલ વીડિયો અંગે ધારાસભ્યએ પોલીસ અધિકારીઓને જાણ કરી હોવાનો પણ દાવો કર્યો છે. પાયલ કૂકરાણીએ જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે સરદારનગર પોલીસ સ્ટેશનના પીઆઈ, ડીસીપી અને અમદાવાદ શહેર પોલીસ કમિશનરને માહિતી આપવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, “હાલમાં વીડિયો વાયરલ થયો છે. આ અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે.” ધારાસભ્યના આ નિવેદન બાદ હવે પોલીસ તપાસમાં શું બહાર આવે છે અને દારૂની કથિત મહેફિલમાં સામેલ લોકો સામે કાયદેસરની કાર્યવાહી થાય છે કે નહીં તેના પર સૌની નજર છે.
શું દારૂપાર્ટીનો વીડિયો વાયરલ થતા ભાજપના MLAને આવ્યો રેલો?: આર્મીવાળાના ઘરે પ્રોગ્રામ હતો એટલે હાજરી આપી! દારૂપાર્ટી સામે પગલાં લેવાની ધારાસભ્યએ આપી ખાતરી
દારૂપાર્ટીનો વીડિયો વાયરલ થતાં ભાજપનાં ધારાસભ્ય પાયલ કૂકરાણીનો ખુલાસો, કહ્યું- કડક પગલાં લેવાશે
અમદાવાદના સરદારનગરમાં વાસ્તુ પૂજન પ્રસંગે દારૂની કથિત મહેફિલના વીડિયો વાયરલ થયા બાદ ધારાસભ્યએ આપી પ્રતિક્રિયા; કહ્યું, ‘આર્મીમેનના ઘરે વાસ્તુ પૂજન હતું એટલે ગઈ હતી, દારૂપાર્ટી અંગે અમને કોઈ જાણ નહોતી.’
ગુજરાતમાં દારૂબંધી વચ્ચે અમદાવાદના સરદારનગર વિસ્તારમાં વાસ્તુ પૂજનના પ્રસંગે દારૂ-બિયરની મહેફિલના વીડિયો વાયરલ થતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.
નંદીગ્રામ સોસાયટી નજીક આવેલા શિવ બંગલોઝમાં યોજાયેલા વાસ્તુ પૂજન કાર્યક્રમમાં નરોડાનાં ભાજપનાં ધારાસભ્ય ડો. પાયલ કૂકરાણી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. જોકે, દારૂપાર્ટીના વીડિયો સામે આવ્યા બાદ હવે ધારાસભ્યએ સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું છે કે, તેઓ ભાજપના કાર્યકરોના દબાણને કારણે આમંત્રણને માન આપીને વાસ્તુ પૂજનના કાર્યક્રમમાં ગયાં હતાં અને ત્યાં દારૂની મહેફિલ યોજાઈ હોવાની તેમને કોઈ જાણ નહોતી. ધારાસભ્ય પાયલ કૂકરાણીએ આ મામલે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે, વાયરલ વીડિયો અંગે સરદારનગર પોલીસ સ્ટેશનના પીઆઈ, ડીસીપી અને અમદાવાદ શહેર પોલીસ કમિશનરને જાણકારી આપવામાં આવી છે. હવે આ મામલે કાર્યવાહી કરવામાં આવશે તેવી તેમણે ખાતરી આપી છે.
આ પણ ખાસ વાંચો : ભાજપના મહિલા ધારાસભ્યની હાજરીમાં અમદાવાદમાં જાહેરમાં દારૂપાર્ટી! : સરદારનગરમાં દારૂની રેલમછેલવાળા વાસ્તુ પૂજનમાં શું કરી રહ્યાં હતા નરોડાના MLA? પોલીસ સામે સવાલ
‘આર્મીમેનના ઘરે વાસ્તુ પૂજન હતું એટલે હું ગઈ હતી’
દારૂપાર્ટીના વીડિયો સામે આવ્યા બાદ પોતાની હાજરી અંગે સ્પષ્ટતા કરતાં નરોડાથી ભાજપના ધારાસભ્ય ડો. પાયલ કૂકરાણીએ જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલાં ભાજપના કાર્યકરોએ તેમને વાસ્તુ પૂજનના કાર્યક્રમમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. આર્મીમાં ફરજ બજાવતા વ્યક્તિનું ઘર હોવાથી અને શુભ પ્રસંગનું આમંત્રણ મળતાં તેઓ પોતાના વિસ્તારમાં કાર્યક્રમમાં હાજરી આપવા ગયાં હતાં. તેમણે વધુમાં કહ્યું હતું કે, “ઈશ્વરીય કાર્ય સમજીને અમે કાર્યક્રમમાં હાજરી આપી હતી. અહીંની દારૂપાર્ટી અંગે અમને કોઈ જાણ નહોતી.” આ નિવેદન દ્વારા ધારાસભ્યએ વાસ્તુ પૂજનમાં પોતાની હાજરી સ્વીકારી છે, પરંતુ દારૂની મહેફિલ અંગે જાણકારી હોવાનો ઇનકાર કર્યો છે.
‘પીઆઈ, ડીસીપી અને પોલીસ કમિશનરને જાણ કરી છે’
વાયરલ વીડિયો અંગે ધારાસભ્યએ પોલીસ અધિકારીઓને જાણ કરી હોવાનો પણ દાવો કર્યો છે. પાયલ કૂકરાણીએ જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે સરદારનગર પોલીસ સ્ટેશનના પીઆઈ, ડીસીપી અને અમદાવાદ શહેર પોલીસ કમિશનરને માહિતી આપવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, “હાલમાં વીડિયો વાયરલ થયો છે. આ અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે.” ધારાસભ્યના આ નિવેદન બાદ હવે પોલીસ તપાસમાં શું બહાર આવે છે અને દારૂની કથિત મહેફિલમાં સામેલ લોકો સામે કાયદેસરની કાર્યવાહી થાય છે કે નહીં તેના પર સૌની નજર છે.
મોટી પવાલીમાં દારૂનું મિશ્રણ તૈયાર કરતા વીડિયો વાયરલ
સમગ્ર વિવાદનું કારણ બનેલા વીડિયોમાં કેટલાક લોકો મોટી પવાલીમાં બરફ, લીંબુ અને ફ્રૂટના ટુકડા નાખીને તેમાં દારૂની બોટલો અને કોલ્ડ્રિંક્સ મિક્સ કરતા દેખાય છે. ત્યારબાદ તૈયાર થયેલું મિશ્રણ લોકોને પીરસવામાં આવતું હોવાના દૃશ્યો પણ સામે આવ્યા છે. અન્ય એક વીડિયોમાં મહિલા હાથમાં બિયરનું ટીન લઈને ડાન્સ કરતી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સરદારનગર વિસ્તારમાં યોજાયેલા પ્રસંગ અને દારૂબંધીના અમલ અંગે સવાલો ઊભા થયા હતા. જોકે, વીડિયોની સંપૂર્ણ સત્યતા, તેમાં દેખાતા તમામ લોકોની ઓળખ અને દારૂના સ્ત્રોત અંગે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટતા થઈ શકશે.
સરદારનગર પોલીસની કામગીરી પર પણ નજર
આ મામલે સરદારનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એ. ગોહિલે અગાઉ મીડિયા સાથેની વાતચીતમાં વાયરલ વીડિયો અંગે તપાસ કરીને માહિતી આપવાની વાત કરી હતી. હવે ધારાસભ્ય દ્વારા પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં હોવા છતાં આવા વીડિયો સામે આવતાં કાયદાના અમલ અંગે ચર્ચા થવી સ્વાભાવિક છે. ખાસ કરીને કોઈ રાજકીય કાર્યકરના આમંત્રણથી યોજાયેલા સામાજિક કાર્યક્રમમાં આવી ઘટના બની હોવાના આક્ષેપો વચ્ચે પોલીસની તપાસનું મહત્ત્વ વધી ગયું છે. હવે પોલીસ વીડિયોના આધારે સ્થળની પુષ્ટિ કરે છે કે નહીં, તેમાં દેખાતા લોકોની ઓળખ કરે છે કે નહીં અને દારૂબંધીના કાયદા હેઠળ કોની સામે કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે. ધારાસભ્ય પાયલ કૂકરાણીએ કડક પગલાં લેવાની વાત કરી છે ત્યારે આ મામલે પોલીસની આગામી કાર્યવાહી મહત્ત્વપૂર્ણ બની રહેશે. ઉલ્લેખનીય છેકે, આ અગાઉ આજ વિસ્તારના ભાજપના મ્યુનિસિપલ કોર્પોરેટર અને સિંધી સમાજના અગ્રણી સન્ની ખાનચંદાણી પણ દારૂપાર્ટી માણતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે પણ મ્યુનિસિપલ કાઉન્સીલરે વીડિયોમાં પોતે ન હોવાનું કહીને પોતાનો બચાવ કર્યો હતો. સાથે જ કડક પોલીસ તપાસ થશે એવી વાર્તા કરી હતી. જોકે, આજ સુધી આ કેસની કોઈ પોલીસ તપાસ થઈ નથી. હવે તો એ પીઆઈની પણ બદલી થઈ ગઈ છે.
શું ગુજરાતમાં દારૂબંધીનો કાયદો મંત્રી, સંત્રી, પોલીસ અને રાજનેતાઓ અને વગદાર લોકો પર લાગૂ પડતો નથી?
સવાલ એ જ છેકે, શું નેતાઓ, મંત્રીઓ, સંત્રીઓ પાવરફૂલ, પૈસાદાર કે વગદાર લોકોને ગુજરાતમાં દારૂબંધીનો કાયદો લાગૂ પડતો નથી? શું કાયદો માત્ર સામાન્ય માણસોને જ લાગૂ પડે છે. હમણાં આ જ જગ્યાએ કોઈ નોકરિયાત વ્યક્તિ કે કોઈ મધ્યમવર્ગીય માણસ જો એકાદ દારૂના ક્વાટર સાથે પણ પકડાઈ જાય તો તેની સાથે જાણે બોર્ડર પરથી આતંકવાદી પકડી લીધો હોય તેવો વ્યવહાર પોલીસ દ્વારા કરવામાં આવે છે. અને આ વ્યવહાર કાયદાના પાલન માટે નથી હોતો પરંતુ પોલીસના ડરથી એ માણસ તેમને તોડપાણીના રૂપિયા આપે એના માટે હોય છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં જે પોલીસની અલગ અલગ ગાડીઓ ફરતી હોય છે કાયદાના રક્ષક બનીને, સાંજ પડતાં આવી મોટાભાગની ગાડીઓમાં પોલીસ પીધેલી હાલતમાં જ હોય છે. શું ગૃહવિભાગ દ્વારા ક્યારેય આ અંગે પગલાં લેવામાં આવે છે? કેમ એવું કરવામાં નથી આવતું કે દરેક અઠવાડિયે આવી તપાસની વિગતો જાહેર કરવામાં આવે અને જેતે પોલીસ સ્ટેશનની હદમાં આવતા પીઆઈ, પીએસઆઈ લેવલના અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે. આવા અનેક સવાલો સામાન્ય માણસના મનમાં હોય છે. ગુજરાતમાં દારૂબંધીનું નાટક કરીને પોલીસ અને મંત્રી, સંત્રીઓ દર મહિને કરોડો રૂપિયાની કમાણી કરતા આવ્યાં છે. અને આવા લોકો કડક કાર્યવાહી, કાયદાના પાગલની સુફિયાણી વાતો કરે તે હવે સામાન્ય માણસ ની ગળે ઊતરતી નથી

