અમેરિકા અને ચીન વચ્ચે ફાટી નીકળ્યું ભયાનક ‘ચિપ વોર’! 5 દેશો પર પ્રતિબંધ મુકાતા સમગ્ર વિશ્વની AI ઇન્ડસ્ટ્રી પર તોળાયું મોટું સંકટ!

Spread the love

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી ટેકનોલોજીની જંગ હવે ‘ચિપ વોર’ના નવા અને અત્યંત ગંભીર તબક્કામાં પહોંચી ગઈ છે. ચીનને અત્યાધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીથી દૂર રાખવા માટે અમેરિકાએ 5 દેશો-મલેશિયા, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, સિંગાપોર અને બ્રાઝિલમાં એડવાન્સ AI ચિપ્સની નિકાસ પર કડક પ્રતિબંધો લાદી દીધા છે. આ નિર્ણયને કારણે વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેઈન અને સમગ્ર AI ઇન્ડસ્ટ્રી પર મોટું સંકટ ઊભું થયું છે.અમેરિકાના આ આકરા પગલાં અને બીજી તરફ અમેરિકન સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) દ્વારા સંભવિત એકાઉન્ટિંગ મુદ્દાઓની તપાસના અહેવાલો વચ્ચે દિગ્ગજ ચિપ ઉત્પાદક કંપની Nvidia પર ભારે દબાણ આવ્યું છે. જેના પરિણામે 20 નવેમ્બરના રોજ Nvidia ના શેરમાં 11.5% નો મોટો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત, AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની CoreWeave ના શેરમાં પણ 25% જેટલો કડાકો બોલી ગયો છે.

 

અમેરિકાએ કેમ કડક કર્યા નિયમો? જેફરીઝ (Jefferies) ના રિપોર્ટ મુજબ, ચીની કંપનીઓ પર સીધી રીતે અમેરિકન AI ચિપ્સ ખરીદવા પર પ્રતિબંધ હોવા છતાં, તેઓ આ 5 દેશોમાં આવેલા વિદેશી ડેટા સેન્ટર્સ અને ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા અમેરિકન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી હતી. અંદાજ મુજબ 2024માં પ્રતિબંધ લાગ્યા બાદ પણ લગભગ 2,40,000 Nvidia AI ચિપ્સ આડકતરી રીતે ચીન પહોંચી હતી. સિંગાપોરની એક કંપની અલીબાબા અને અન્ય ચીની ગ્રાહકોને અંદાજે 86,000 GPUs ભાડે આપી રહી હોવાનો પણ ખુલાસો થયો છે. આ ‘બેકડોર એન્ટ્રી’ બંધ કરવા માટે અમેરિકાએ હવે આ 5 દેશો માટે એક્સપોર્ટ લાઇસન્સિંગ ફરજિયાત બનાવ્યું છે.

 

શું ચીન પોતાની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ ઊભી કરી શકશે?

 

અમેરિકન પ્રતિબંધોની વચ્ચે ચીન હવે સેમિકન્ડક્ટર ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ અને મટિરિયલ્સમાં આત્મનિર્ભર બનવા માટે પૂરજોશમાં પ્રયાસ કરી રહ્યું છે. ગોલ્ડમેન સાક્સના રિપોર્ટ અનુસાર, ચીનમાં હાઈસિલિકોન, કેમ્બ્રિકોન, SMIC અને હુઆહોંગ જેવી કંપનીઓ ઝડપથી પોતાની ક્ષમતા વધારી રહી છે. જોકે, આ વૈશ્વિક ખેંચતાણને કારણે દક્ષિણ-પૂર્વ એશિયામાં AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણને મોટો ફટકો પડવાની ભીતિ સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *