દુલ્હને ચણીયા ચોળીમાં કર્યા પુલ-અપ્સ, 100 કિલો વજન ઉઠાવ્યું, બોક્સિંગ રિંગમાં પહેરાવી માળા, આ લગ્ન બન્યા ચર્ચાનો વિષય

Spread the love

તમે લગ્નમાં દુલ્હનને ચણીયા ચોળીમાં એન્ટ્રી લેતી જોઈ હશે, ડાન્સ કરતા કે વરમાળાની વિધિ પણ ઘણી વખત જોઇ હશે, પરંતુ શું તમે ક્યારેય દુલ્હનને લગ્નના ડ્રેસમાં 100 કિલો વજન ઉઠાવતા જોઇ છે? રાજસ્થાનના જયપુરમાં યોજાયેલા આવી લગ્ન હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

વર અને દુલ્હને તેમના લગ્નને પરંપરાગત વિધિઓ સાથે ફિટનેસનો અનોખો રંગ આપ્યો હતો.

દુલ્હન ચણીયા ચોળી પહેરીને પુલ-અપ્સ કરતી અને 100 કિલોગ્રામ ડેડલિફ્ટ ચેલેન્જ પુરી કરી હતી. એટલું જ નહીં તેમણે બોક્સિંગ રિંગમાં એકબીજાને વરમાળા પહેરાવી હતી અને મહેમાનોને આલ્કોહલને જગ્યાએ પ્રોટીન શેક પીરસ્યા હતા.

 

beastlife આ લગ્નનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. કેપ્શનમાં તેને ‘વિશ્વની પ્રથમ ફિટનેસ વેડિંગ’ ગણાવી હતી. આ વીડિયોને લાખો વખત જોવામાં આવ્યો છે. ફિટનેસ પ્રેમી ગૌરવ તનેજા પણ આ લગ્નમાં હાજર રહ્યા હતા. તેમણે વર અને દુલ્હનની વરમાળા અને લગ્નની અન્ય ખાસ પળોની ઝલક પણ શેર કરી હતી.

 

લગ્નમાં પુલ-અપ્સ અને ડેડલિફ્ટ કરવું કેટલું મુશ્કેલ છે?

 

લગ્નના ડ્રેસમાં પુલ-અપ્સ અને ડેડલિફ્ટ કરવું જોવામાં ભલે રોમાંચક લાગે પરંતુ બંને તાકાત અને શરીર પર સારા કંટ્રોલને દર્શાવે છે.

 

જ્યારે ઇન્ડિયન એક્સપ્રેસ ટીમે આ વિશે KIMS હોસ્પિટલ્સ, થાણેના ઓર્થોપેડિક્સ અને જૉઇન્ટ રિપ્લેસમેન્ટના કંસલ્ટેંટ ડૉ. સારંગ દેશપાંડે સાથે આ વિશે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે પુલ-અપ્સ બોડીવેઇટ વ્યાયામ છે. તેમાં શરીરનું સંપૂર્ણ વજન ઉપાડવા માટે તાકાત, સંતુલન અને સાંધાની સ્થિરતા જરૂરી છે.

જીમના તે મશીનોની અલગ છે જેમાં કોઇ એક મસલ્સ પર વધારે કામ થાય છે, પુલ-અપ્સમાં ખભા, પીઠ ઉપરનો ભાગ, હાથ, કોર અને હાથની શક્તિ એક સાથે કામ કરે છે. આ કસરતમાં ખભાના સાંધા પર વધુ ભાર પડે છે, તેથી યોગ્ય તકનીક અનુસરવી મહત્વપૂર્ણ છે.

 

ડેડલિફ્ટ દરમિયાન કયા મસલ્સ પર જોર પડે છે?

 

જસલોક હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર, મુંબઈના કન્સલ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. સુપ્રિયા પાટીલ જણાવે છે કે ડેડલિફ્ટમાં જમીન પર રાખેલા બારબેલ ઉઠાવવામાં આવે છે. આ વ્યાયામ માટે પીઠ, હિપ અને પગના પેશીઓમાં વધારે તાકાત લગાવવી પડે છે.

 

આ એક પડકારજનક કસરત છે, પરંતુ યોગ્ય રીત અને તૈયારી સાથે કરી શકાય છે. આ માટે યોગ્ય તકનીક, પહેલાથી કરેલી ટ્રેનિંગ, ધીમે ધીમે વજન વધારવું, પૂરતો આરામ અને નિયમિત અભ્યાસ જરૂરી છે.

પુલ-અપ્સ કરતી વખતે આવી ભૂલો ન કરો

 

ડૉ. સારંગ દેશપાંડે અનુસાર પુલ-અપ્સ કરતી વખતે કેટલીક ભૂલો ઈજાના જોખમને વધારી શકે છે. આમાં શરીરને ઊંચું ઉઠાવવું, કસરતને અધૂરી રેન્જમાં કરવી, ખભાને જરૂર કરતાં વધારે ઉપર ઉઠાવવા અને આરામ કર્યા વિના સતત ટ્રેનિંગ કરવી સામેલ છે.

 

વિશેષજ્ઞો અનુસાર પુલ અપ્સમાં કેટલા રેપિટેશન કર્યા તેના કરતા યોગ્ય ટેકનિકથી કરવામાં આવે તે વધુ મહત્વપૂર્ણ છે. આથી વધુ પુલ-અપ્સ કરવાને બદલે તમારા શરીરની ક્ષમતા મુજબ પ્રેક્ટિસ કરવી વધુ સારું છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *