પ્રોસ્ટેટ કેન્સરની શરૂઆતમાં જોવા મળે છે આ લક્ષણો, નજરઅંદાજ કરશો તો ભારે પડશે

Spread the love

પ્રોસ્ટેટ કેન્સર પુરૂષોમાં થનારૂ સામાન્ય કેન્સરમાંથી એક છે. આ બીમારીની મુશ્કેલી તે છે કે શરૂઆતમાં હંમેશા તેના લક્ષણ જોવા મળતા નથી. કેન્સર ધીમે-ધીમે વધતું રહે છે અને ઘણીવાર પુરૂષોને તેનો ખ્યાલ ત્યારે આવે છે, જ્યારે તે ખુબ વધી જાય છે. પ્રોસ્ટેટ પુરૂષોા શરીરમાં બ્લેડર (પેશાબની કોથળી) ની નીચે આવેલી એક નાની ગ્રંથિ હોય છે. તે વીર્યને તરળ પદાર્થ બનાવવામાં મદદ કરે છે.ઉંમર વધવાની સાથે પ્રોસ્ટેટ સાથે જોડાયેલી સમસ્યાનો ખતરો પણ વધવા લાગે છે. પરંતુ યુરિન સાથે જોડાયેલી દરેક સમસ્યા પ્રોસ્ટેટ કેન્સરનો સંકેત હોતી નથી, પરંતુ સતત રહે તો તેને નજરઅંદાજ ન કરવી જોઈએ.

 

પુરૂષોમાં જોવા મળતા પ્રોસ્ટેટ કેન્સરની ચેતવણીના સંકેત

 

1. વારંવાર પેશાબ લાગવોઃ જો રાત્રે વારંવાર પેશાબ જવા માટે ઉઠવું પડે છે કે દિવસમાં સામાન્યથી વધુ વખત યુરિન આવે છે તો તે પ્રોસ્ટેટની સમસ્યાનો સંકેત હોઈ શકે છે.

 

2. પેશાબ કરવામાં સમસ્યાઃ પેશાબ જવાની ઈચ્છા હોવા છતાં ધાર શરૂ થવામાં સમય લાગે છે કે જોર લગાવવું પડે છે તો તે પણ એક ચેતવણીનો સંકેત હોઈ શકે છે.

 

3. યુરિનની ધાર નબળી પડવીઃ જો યુરિનની ધાર પહેલાની તુલનામાં નબળી પડી ગઈ છે કે વચ્ચે-વચ્ચે અટકી જાય છે તો તેની તપાસ જરૂરી છે.

 

4. યુરિનમાં લોહી પડવુંઃ યુરિનનો રંગ લાલ કે ગુલાબી દેખાવો સામાન્ય નથી. તે સંક્રમણ કે અન્ય સમસ્યા સિવાય પ્રોસ્ટેટ કેન્સરનો સંકેત પણ હોઈ શકે છે.

 

5. વીર્યમાં લોહીઃ વીર્યમાં લોહી જોવા મળવું પણ એક એવું લક્ષણ છે જેને નજરઅંદાજ ન કરવું જોઈએ. તેનું કારણ જાણવા માટે ડોક્ટર સાથે ચર્ચા કરવી જરૂરી છે.

 

6. કમર, કુલ્હા અને હાડકામાં સતત દુખાવોઃ જો કમર, પેલ્વિક એરિયા, કુલ્હા કે હાડકામાં સતત દુખાવો રહે છે તો તેની તપાસ કરાવવી જોઈએ. એડવાન્સ સ્ટેજમાં પ્રોસ્ટેટ કેન્સર હાડકા સુધી ફેલાઈ શકે છે.ક્યા પુરૂષોએ વધુ સાવચેત રહેવાની જરૂર છે?

 

50 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના પુરૂષોમાં પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો વધી જાય છે. જેના પિતા, ભાઈ કે પરિવારના કોઈ નજીકના સભ્યને પ્રોસ્ટેટ કેન્સર રહ્યું હોય તો તેણે સાવચેતી રાખવી જોઈએ. આ સિવાય વધતી ઉંમર અને કેટલાક જેનેટિક કારણ પણ આ બીમારીનું જોખમ વધારી શકે છે.

 

કઈ રીતે થાય છે પ્રોસ્ટેટ કેન્સરની તપાસ?

 

પ્રોસ્ટેટ કેન્સરની આશંકા થવા પર ડોક્ટર દર્દીની ઉંમર, પારિવારિક ઈતિહાસ અને સ્વાસ્થ્ય સ્થિતિના આધાર પર તપાસની સલાહ આપે છે. તેમાં PSA (પ્રોસ્ટેટ-વિશિષ્ટ એન્ટિજેન) બ્લડ ટેસ્ટ અને જરૂર પડવા પર ડિજિટલ રેક્ટલ એક્ઝામિનેશન (DRE) કરવામાં આવી શકે છે.

 

જો તપાસમાં અસામાન્યતા મળે છે તો MRI અને બાયોપ્સી જેવી તપાસની જરૂર પડી શકે છે. મહત્વનું છે કે PAS નું વધેલું સ્તર હંમેશા કેન્સરનો સંકેત હોતું નથી, તે પ્રોસ્ટટના વધવા કે સંક્રમણનું કારણ પણ હોઈ શકે છે.

 

સમય પર તપાસથી સારી સારવાર સંભવ

 

પ્રોસ્ટેટ કેન્સરની શરૂઆતી અવસ્થામાં લક્ષણ ન દેખાવા આ બીમારીને વધુ ગંભીર બનાવી શકે છે. તેથી પુરૂષોએ પોતાની ઉંમ, પારિવારિક ઈતિહાસ અને વ્યક્તિગત જોખમના આધાર પર ડોક્ટર પાસે સ્ક્રીનિંગ વિશે ચર્ચા કરવી જોઈએ. પેશાબમાં લોહી કે યુરિન સાથે અન્ય સમસ્યા હોય તો તપાસમાં વિલંબ ન કરો. સમય પર બીમારીની માહિતી મળે તો સારી સારવાર થઈ શકે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *