ભારત-નેપાળ વચ્ચે શરુ થયેલી ટ્રેનમાં જવા માટેના નિયમો જાણી લો, ભાડા સહિત આ વિગતો જાણવી ખાસ જરુરી

Spread the love

ભારત અને નેપાળની વચ્ચે પહેલી વાર સીધી ટ્રેન શરુ થઈ છે. આ ટ્રેનનું નામ સરયૂ કમલા એક્સપ્રેસ છે. આ ટ્રેન અયોધ્યા કેન્ટથી જનકપુર ધામની વચ્ચે ચાલવાની છે. તેને લઈને લોકોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમ કે આ ટ્રેન ભારતથી નેપાળ જઈ રહી છે. તેના માટે ઈન્ટરનેશનલ બોર્ડરવાળા નિયમો લાગૂ પડે છે.તો આ ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા લોકોને રેલવેના ખાસ નિયમો જાણી લેવા ખૂબ જ જરુરી છે. આ ગાડીમાં ન તો તત્કાલ ટિકિટ મળશે, ન આરએસીની સુવિધા હશે. આ ઉપરાંત બાળકો માટે ભાડા અને સામાન લઈ જવાની મર્યાદા પણ નક્કી કરી દેવામાં આવી છે.

 

કન્ફર્મ ટિકિટવાળાને જ મળશે ટ્રેનમાં એન્ટ્રી:

 

સરયૂ કમલા એક્સપ્રેસ સંપૂર્ણ આરક્ષિત ટ્રેન તરીકે ચાલશે. તેનો મતલબ એ છે કે તેમાં કન્ફર્મ ટિકિટ વિના યાત્રી જઈ શકશે નહીં. ઈસ્ટ સેન્ટ્રલ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સરસ્વતી ચંદ્રના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 11595 અને 15596માં ખાલી કન્ફર્મ ટિકિટવાળા યાત્રીઓને જ ચઢવાની પરવાનગી હશે. આ સેવામાં આરએસીની સુવિધા પણ નહીં મળે. તેના માટે યાત્રાનો પ્લાન બનાવનારા લોકોને પહેલાથી જ સીટ આરક્ષિત કરવી પડશે.

 

ટિકિટ બુકિંગમાં નહીં મળશે તત્કાલનો વિકલ્પ

 

આ ટ્રેનમાં ટિકિટ બુકિંગ ખાલી જનરલ કોટામાં થશે. કૂલ આરક્ષિત સીટોમાં 70 ટકા એન્ડ ટૂ એન્ડ કોટા અને 30 ટકા રોડસાઈટ કોટા નિર્ધારિત કર્યો છે. યાત્રીઓને ધ્યાન રાખવું પડશે કે તત્કાલ અને પ્રીમિયમ તત્કાલ અંતર્ગત કિટિક મળશે નહીં. આ ઉપરાંત સિનિયર સિટીઝન, મહિલા અને ઈમરજન્સી કોટાની સુવિધા પણ ઉપલબ્ધ નથી. એટલે કે ટિકિટ લેવા માટે સામાન્ય આરક્ષણ વ્યવસ્થા પર જ નિર્ભર રહેવું પડશે.

 

બાળકો માટે અલગ બર્થ બુક કરશો તો પૂરું ભાડું આપવું પડશે

 

પરિવાર સાથે યાત્રા કરનારા બાળકો માટે ટિકિટના નિયમો જાણવા જરુરી છે. જો માતા-પિતા બાળકો માટે અલગ બર્થ આરક્ષિત કરાવે છે તો તેમને વ્યસ્ક યાત્રી બરાબર પૂરું ભાડું આપવું પડશે. વળી વધારાની બર્થ નહીં લેવાની સ્થિતિમાં બાળકો પર લાગૂ ભાડું વસુલવામાં આવશે. ટિકિટ બનાવતી વખતે બાળકનું નામ, ઉંમર, લિંગ, રાષ્ટ્રીયતા અને જરુરી ઓળખ સંબંધિત જાણકારી નોંધાવવી પડશે. એટલા માટે બુકિંગ દરમ્યાન તમામ વિવરણ યોગ્ય રીતે ભરવું જરુરી છે.

 

ટ્રેનનું ભાડું કેટલું હશે?

 

સરયૂ કમલા એક્સપ્રેસનું મૂળ ભાડું પસંદ કરેલા કોચ માટે લાગુ પડતા સામાન્ય એક્સપ્રેસ ટ્રેનના ભાડા જેટલું જ રહેશે. જોકે, મુસાફરોએ માત્ર બેઝિક ભાડું જ નહીં, પરંતુ સીટ રિઝર્વેશન ચાર્જ, લાગુ પડતા અન્ય વધારાના ચાર્જ અને GST પણ ચૂકવવા પડશે. આથી ટિકિટની કુલ કિંમત મુસાફરીના વર્ગ અને સંબંધિત ચાર્જના આધારે નક્કી થશે. અલગ-અલગ કોચમાં મુસાફરી કરતા મુસાફરોએ તે મુજબ ભાડું ચૂકવવું પડશે.

 

મુસાફરો કેટલો સામાન લઈ જઈ શકશે?

 

આ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને વધુમાં વધુ બે સામાનના પીસ લઈ જવાની મંજૂરી આપવામાં આવશે. જોકે, સામાનના વજનની મર્યાદા મુસાફરીના વર્ગ પ્રમાણે અલગ-અલગ નક્કી કરવામાં આવી છે.

 

ફર્સ્ટ AC: 70 કિલો સુધી

 

સેકન્ડ AC: 50 કિલો સુધી

 

થર્ડ AC: 40 કિલો સુધી

 

સ્લીપર ક્લાસ: 40 કિલો સુધી

 

નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ સામાન લઈ જવા પર વધારાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે.

 

ભારત અને નેપાળ વચ્ચેની મુસાફરી થશે સરળ

 

અયોધ્યા કેન્ટ-જનકપુર ધામ-અયોધ્યા કેન્ટ સરયૂ કમલા એક્સપ્રેસ બંને દેશો વચ્ચે સીધી પેસેન્જર રેલવે સેવા તરીકે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ટ્રેનથી અયોધ્યા અને જનકપુર વચ્ચે અવરજવર કરતા લોકોને મોટી સુવિધા મળશે. ધાર્મિક અને સાંસ્કૃતિક સંબંધોની દૃષ્ટિએ પણ આ રેલવે માર્ગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

 

નિયમિત સેવા શરૂ થયા બાદ મુસાફરોને માર્ગ પરિવહન ઉપરાંત ટ્રેન દ્વારા મુસાફરી કરવાનો વિકલ્પ પણ મળશે.

 

મુસાફરી પહેલાં આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

 

આ ટ્રેનમાં મુસાફરી કરનારા લોકોએ કન્ફર્મ ટિકિટ, મુસાફરોની યોગ્ય વિગતો અને સામાનની નિર્ધારિત મર્યાદાનું ખાસ ધ્યાન રાખવું પડશે.

 

તત્કાલ, RAC અને અન્ય વિશેષ ક્વોટા ઉપલબ્ધ ન હોવાથી છેલ્લી ઘડીએ ટિકિટ મળવાની આશા રાખવી યોગ્ય નથી. બાળકો માટે અલગ બર્થ બુક કરાવવા પર પુખ્ત વયના મુસાફર જેટલું સંપૂર્ણ ભાડું ચૂકવવું પડશે.

 

નિયમિત વ્યાવસાયિક સેવા શરૂ થવાની તારીખ અને અન્ય સંચાલન સંબંધિત માહિતી માટે રેલવેની સત્તાવાર જાહેરાત પર નજર રાખવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *