ધાતુના સળિયાથી કંડક્ટરની હત્યા કરવી ભારે પડી! બસ ડ્રાઈવરને આજીવન જેલ

Spread the love

સુરતના સરથાણા વિસ્તારમાં આશાદીપ વિદ્યાલયના બસ કંડક્ટરની હત્યા કેસમાં સેશન્સ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે બસ ડ્રાઈવર સુહિલ ઉર્ફે સુશીલ સુબેદાર સિંગને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. સરકારી વકીલની દલીલો અને પુરાવાઓને ધ્યાને લઈ કોર્ટે આ નિર્ણય લીધો હતો. 15 જાન્યુઆરી, 2023ના રોજ મોડી રાત્રે આ ઘટના બની હતી.

 

દરવાજો ખખડાવવા બાબતે વિવાદ થયો હતો

 

સરથાણા સીમાડા નાકા પાસે બસ પાર્કિંગના રૂમમાં ડ્રાઈવર સુહિલ સિંગ રહેતો હતો. 15 જાન્યુઆરી, 2023ના રોજ રાત્રે 1 વાગ્યા પહેલાં તે રૂમમાં સૂતો હતો. કંડક્ટર કલ્પેશકુમાર ઉપાધ્યાયે આવીને રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. દરવાજો ખોલવામાં વિલંબ થતાં કલ્પેશકુમારે ગાળો આપી હતી.

 

સળિયા વડે હુમલોત કરાતાં પોલીસ કાર્યવાહી થઈ હતી

 

ઉશ્કેરાયેલા સુહિલે દરવાજો ખોલીને ધાતુના સળિયા વડે કલ્પેશકુમાર પર હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ થતાં કલ્પેશકુમારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સરથાણા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી અને ચાર્જશીટ રજૂ કરી હતી. કેસમાં APP ભરતસિંહ ચાવડાએ દલીલો કરી હતી અને કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *