ડસ્ટબીનનો કકળાટ, સેક્ટરોમાં ચર્ચાનો વિષય
સુકો ભીનો કચરો અલગ અલગ રાખવો તે કોન્સેપ્ટ ખરેખર વર્ષોથી અમલમાં છે. કોઈ કમિશ્નર આ કોન્સેપ્ટનો અમલ કરી શક્યું નથી. ત્યારે કમિશ્નર ધવલ પટેલ દ્વારા અમલ કરાવાતા શહેરમાં આ પ્રશ્ને ધમાલ મચી ગઈ છે. ત્યારે રાજકીય પક્ષોના આગેવાનો પણ ઉચ્ચ કક્ષાએ આ પ્રશ્નનું સોલ્યુશન ઝડપથી લાવવા મોટા પ્રદેશના નેતાઓ સુધી રજુઆત કરવામાં આવી છે.
વસાહત મહાસંઘ પણ આ મુદ્દે લાલઘૂમ થતાં સેક્ટરોમાં ડસ્ટબીનનો મુદ્દો રાજકીય રંગ પકડી લીધો છે. ત્યારે ચૂંટણી ટાણે કરેલી કમિશ્નરની જાહેરાતથી અચરજ પામવા જેવી વાત એ છે કે આમાં આ મુદ્દે કયા રાજકીય પક્ષને નુકસાન જઈ રહ્યુ છે, તે યથાર્થ પ્રશ્ન છે.
GJ-18 ખાતે ચુંટણીના બ્યૂગલો પાછા વાગવા માંડ્યા છે. ઘણાં જ ઉમેદવારો ટિકિટ મળ્યા બાદ ૫ મહિનાથી પોતે વિસ્તાર છોડીને પણ ગયા નથી. ઘર પરિવાર ફરવાની રોજ રોજ બૂમો પાડે છે પણ, ચૂંટણી જાહેર થઈ જાય તો? આ બધા ડરના કારણે દરેક ઉમેદવાર હાલ ઓકસીજન ઉપર હોય એવું લાગી રહ્યું છે ત્યારે બજારમાં રોજ રોજ પડીકાં બહાર આવી રહ્યાં છે કે ૨ દિવસમાં ચૂંટણી જાહેર થાય છે, અઠવાડિયામાં ચૂંટણી જાહેર થવાની છે ત્યારે દરેક ઊમેદવારોને ચિંતા જીતવાની પેઠી છે ત્યારે કોરોના મહામારી બાદ અનેક સંકટોનો સામનો આ શહેર કરી ચુક્યું છે ત્યારે ચૂંટણી ટાણે જ કમિશ્નર દ્વારા સુકો ભીનો કચરો અલગ કરવો નહિતર ઉપાડવામાં નહિ આવે. તેવી સૂચનાથી શહેરમાં ભડકો આ પ્રશ્નથી થયો છે. ચૂટણી ટાણે જ આ મુદ્દો ઉછાળવામાં આવે તો કઈ પાર્ટીને વધારે નુકશાન જાય તે સમજાતું નથી. કારણકે, સત્તાધારી પાર્ટીને વધારે નુકશાન જાય તેવી ભિતી રહેલી છે. ત્યારે કમિશ્નર દ્વારા આ મુદ્દો જે ચૂંટણી ટાણે જ લેતા જ ઘણાં રાજકીય ઉમેદવારોનું ટેન્શન વધી ગયું છે. ત્યાં વસાહત મહાસંઘ પણ ડસ્ટબીન માટે લડી લેવાના મૂડમાં છે. અને મનપાના અધિકારીઓ પણ પોતાની રીતે એવું જણાવી રહ્યા છે કે ૨૫ હજારનો મોબાઈલ વસાહતીઓ વાપરી શકે તો ૨ ડસ્ટબીન ના ખરીદી શકે? ત્યારે આ મુદ્દો હાલ ચગ્યો છે. ત્યારે આ ડસ્ટબીનના પ્રશ્ને ક્યા રાજકીય પક્ષને ફાયદો થશે તે સમજાતું નથી. હા, કચરો સુકો ભીનો અલગ કાઢીને રાખવો એ નિયમ તો ઘણા જ વર્ષથી છે. પણ, અમલદારી થઈ શકી નથી. ત્યારે મહાનગરપાલિકા બન્યા બાદ અનેક કમિશનર આવિને ગયા અને ડસ્ટબિન પણ પાંચ વર્ષ પહેલાંના આપ્યા છે. ત્યારે આ મુદ્દો સુકો ભીનો કચરાનો કોઇએ ઉઠાવ્યો નથી. હા, ઉઠાવે પણ ચૂંટણી ટાણે જ આ મુદ્દો ઊછળતાં ભાજપના નેતાઓએ ઉચ્ચકક્ષાએ આ પ્રશ્ને રજુઆત કરી છે.
ડસ્ટબીનનો પ્રશ્ન અને સુકો ભીનો કચરો લેવાની જીદ જાેવા જઈએ તો કમિશનરની સાચી છે પણ, આ જીદ ક્યાં સુધી પક્કડ પકડી રાખે છે તે જાેવું રહ્યું. કારણકે, આ પ્રશ્ને સૌથી મોટું નુક્સાન જે તે સત્તાધારી પાર્ટીને જઈ રહ્યુ છે ત્યારે વિકાસના કામો કરોડોના થયાં તેમાં ભ્રષ્ટાચારના આંકડામાં ખુરશીઓ, તિજાેરીઓ,રોડ, રસ્તા, બગીચામાં નાણાં કરોડો બતાવવામાં આવ્યા છે તેમાં ડસ્ટબીનની ખરીદી કરવામાં આવી હોત અને સુકો ભીનો કચરો અલગ રાખવો તે સૂચનાનો અમલ થાત પણ, ચૂંટણી ટાણે જ કમિશ્નર દ્વારા લક્ષ્મી બોમ્બ ફોડતા ધુમાડાની સુવાસ ઉમેદવારો સુધી તો પહોચી પણ, સેક્ટરોમાં જે તે ઉમેદવારો ચૂંટણી પ્રચાર કરવા જશે તેમને ડસ્ટબીનના કકળાટનો ભોગ બનવું પડશે. તેમાં બે મત નથી. ત્યારે કમિશ્નર દ્વારા લેવાયેલો ર્નિણય જાેવા જઈએ તો ઉમદા છે. પણ, રાજકીય પક્ષોને ચૂંટણી ટાણે જ લેવાયેલો આ ર્નિણયથી મતદારોમાં ડસ્ટબીનનો મુદ્દો વિરોધપક્ષથી લઈને અન્ય પક્ષો ઉછાળશે તેમાં બે મત નથી. ત્યારે હવે આ ચુંટણીમાં મુખ્ય મુદ્દો હવે કચરાનાં ડસ્ટબીનનો મુદ્દો ગાજે તો નવાઈ નહીં