નવા વાહનોમાં પાછળની CNG કીટ ફીટ કરનાર સામે કાર્યવાહી, જુના મોડલ માં કીટ ફીટ કરી શકાશે
દેશના પેટ્રોલ ,ડીઝલના વધારો થતો રહ્યો છે. ત્યારે લોકો કારોમાં હવે CNG ફીટ કરાવવાનું વિચારતા હોય તો આ સમાચાર તમારા માટે છે. અમદાવાદ આરટીઓથી આ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. હવે નિયમ વિરુદ્ધ CNG કીટ ફિટ કરનાર સામેRTOદ્વારા કાર્યવાહી કરશે.અમદાવાદRTO ઋતુરાજ દેસાઈએ જણાવ્યું હતું કે, હવેથી કંપની ફિટિંગ વાહનોમાં જ CNG માન્યતા અપાશે. જે કંપનીઓ નવા મોડ્યુલમાંCNG ફિંટીગ નથી આપતી તેમાં પાછળથી કિટ ફિટ કરવાની કોઈ પરવાનગી અપાશે નહીં. નિયમ વિરુદ્ધ આડેધડ BS6 એન્જીનમાં ઝ્રદ્ગય્ ફિટ કરનાર સામે RTO હવે કાર્યવાહી કરાશે. માત્ર જૂના મોડ્યુલમાં જ CNG કિટ બજારમાંથી ફીટ કરી શકાશે. નિયમ વિરુદ્ધ આડેધડ BS6 એન્જીનમાંCNG ફિટ કરનાર સામે RTO હવે કાર્યવાહી કરશે.