દેશમાં સૌથી મોટું બસો નું નેટવર્ક અને દરેક જગ્યાએ ગુજરાતના ખૂણે ખૂણે સુધી એસટી બસો નું નેટવર્ક છે પણ હમણાં એસટી ખોટના ખાડામાં છે તેમાં ઘણી જગ્યાએ જવા ફીકવન્સી અને મુસાફરો મળતા નથી, ત્યાં બંધ કરવાની જરૂર છે ત્યારે રોજ અમદાવાદ અને ગાંધીનગર ખાતે હજારો મુસાફરો રોજબરોજ મુસાફરી કરતા હોય છે ત્યારે ૪૦ ટકાથી વધારે બસોની ફીકવન્સી એસ.ટી.ના સત્તાધીશોએ એ ઘટાડી દીધી છે ત્યારે આવા તઘલઘી ર્નિણયો થી એસટી વધારે ખોટના ખાડામાં જઈ રહી છે અમદાવાદની ફીકવન્સી મળવા છતાં બસો બંધ કરવાની હિલમાલથી અમદાવાદ-ગાંધીનગર આવન-જાવન કરતા હજારો પેસેન્જર રોજ-બરોજ અટવાઇ રહ્યા છે ત્યારે ઘણી વાર એવું લાગી રહ્યું છે કે એસ.ટી.ના સત્તાધીશો એસટીને કરોડોના ખાડામાં ઉતારી ને નુકસાન માં લાવવા અને પ્રાઈવેટ વાહનો ચસ્કો મુસાફરોને લગાવવાનો પ્લાન હોય તેવું લાગી રહ્યું છે. ગાંધીનગર અમદાવાદ ખાતે સવારે કોલેજ શાળા થી લઈને નોકરી ઉપર લોકો હજારો જઈ રહ્યા છે ત્યારે ફ્રીકવન્સી ઘટતા મુસાફરો એટલા અટવાઈ ગયા છે કે મજૂરી કા નામ મહાત્મા ગાંધી હોય તેમ પ્રાઇવેટ વાહનોમાં ઘેટા બકરા ને ઠાંસી ઠાંસીને લઈ જવામાં આવી છે ત્યારે કોરોનાની મહામારી માં સોશિયલ ડિસ્ટન્સ જે ભંગ છે, તે તો દુર રહ્યો પણ કોરોના સ્પેન્ડર હવે વધે તો નવાઈ નહીં ત્યારે એસટી બસો નું જે સંચાલન કરે છે જેવા મોટા અધિકારીઓ પોતપોતાની તઘલઘી જે ર્નિણયો લઈ રહ્યા છે , તે ST બસો ને બંધ કરવાનું અને પ્રાઇવેટ વાહનોના માંધાતાઓને તગડું કરવાનું ષડયંત્ર હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.