ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી નેતૃત્વ પરિવર્તનના મુદ્દે અનેક અટકળો ચાલી રહી હતી.સોશિયલ મીડિયામાં પણ આ બાબતે વારંવાર અનેક ચર્ચાઓ અને પોસ્ટરો પણ જાેવા મળી રહ્યા હતા.અંતે આ વાત સાચી ઠરી છે.પરંતુ સવાલ એ છે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજીનામું શા માટે આપ્યું ? મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના રાજીનામાં પાછળ સંગઠનમાં ઉભા થયેલા મતભેદો અને વોટ બેંકની રાજનીતિ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે.રાજકીય વિશ્લેષકો ના મતે વિજયભાઈ રૂપાણી ના રાજીનામાં પાછળ મુખ્ય પાંચ પરિબળો જવાબદાર માનવામાં આવે છે.જેમાં સૌથી પહેલું પરિબળ છે જન યાત્રા આશીર્વાદ દરમિયાન જનતાની નારાજગી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી મંત્રીઓ ને ગુજરાતના પ્રવાસ માટે મોકલ્યા હતા. આ યાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રી ઓ એ ગુજરાતમાં સરકારની કામગીરી અંગેનો આંતરિક અહેવાલ તૈયાર કરેલ હતો. જેમાં રૂપાણી સરકાર સામે ગુજરાતની જનતાની નારાજગી જાેવા મળી હતી. જે આગામી વિધાનસભાની ચૂંટણીમાં માટે નુકસાનકારક સાબિત થાય તેમ હતું. બીજું પરિબળ વિધાનસભા ની ૨૦૧૭ ની ચૂંટણી વિજય ભાઈ ના નેતૃત્વમાં લડવામાં આવી હતી, જેમાં ભાજપને માત્ર ૯૯ બેઠક મળી હતી .પરિણામે પાંચ વર્ષ દરમિયાન ખૂબ જ પાતળી બહુમતીથી સરકાર ચલાવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આગામી ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી માટે હાઈ કમાન્ડ અને પ્રદેશ નેતાઓ એ ૧૫૦ બેઠકો મેળવવાનું લક્ષ્ય રાખેલ છે. જાે વિજય ભાઈ ના નેતૃત્વમાં ૨૦૨૨ ની ચૂંટણી લડવામાં આવે તો આ લક્ષ્ય લક્ષ્યાંક પ્રાપ્ત કરવો મુશ્કેલ હતો.
ત્રીજા પરિબળ ની વાત કરીએ તો કોરોના ની બીજી લહેર માં સરકારની નિષ્ફળતા.કારણકે કોરોના ની બીજી લહેર દરમિયાન સરકારની કામગીરી સામે અનેક સવાલો ઉઠયા હતા અને લોકોએ સરકારનો જાેરદાર વિરોધ કર્યો હતો. કારણકે ગુજરાતની પ્રજા દવાઓ અને ઈન્જેકશન અને ઓક્સિજન માટે આમતેમ વલખા મારતી જાેવા મળી હતી. હોસ્પિટલમાં લાંબી લાઈનો લાગેલી હતી.હોસ્પિટલમાં દર્દીઓને એડમિટ કરવા માટે હજારોની સંખ્યામાં દર્દીઓના સગા ભટકી રહ્યા હતા, ત્યારે સરકાર ચોક્કસ વ્યવસ્થા કરવા મા નિષ્ફળ રહી હતી. જેથી પ્રજામાં સરકાર સામે ભારે ફેલાયો હતો. ત્યાર પછીનો મુખ્ય પરિબળ મુખ્યમંત્રી અને સી.આર.પાટિલ વચ્ચેનો વિવાદ છે. ગુજરાત ભાજપના પ્રમુખ પદે નરેન્દ્ર મોદી અને અમિત શાહના નજીક મનાતા સી. આર. પટેલની વરણી કરવામાં આવી હતી. ત્યારબાદ ભાજપ પ્રમુખે શરૂ કરેલી નવી કવાયતો સાથે ભાજપ સરકાર તાલમેલ સાધી શકી ન હોવાથી ભાજપ સરકાર અને સંગઠન વચ્ચે નો ગજગ્રાહ વધતો ગયો. છેલ્લુ પરિબળ છે જ્ઞાતિ આધારિત રાજનીતિ. છેલ્લા કેટલાક દિવસોથી જ્ઞાતિ આધારિત રાજનીતિ ગરમાઈ રહી છે. જેમાં પાટીદારો પોતાના મુખ્યમંત્રી હોવાનો દાવો કરી રહ્યા છે , ઠાકોરો પોતાના મુખ્યમંત્રી હોવાનો દાવો કરી રહ્યા છે અને કોળી સમાજ પોતાના મુખ્યમંત્રી હોવાનો દાવો કરી રહ્યા છે, ત્યારે બહુમતી ધરાવતો સમાજ પોતાનું પ્રતિનિધિત્વ હોય તેઓ આગ્રહ રાખી રહ્યા છે અને આગામી ચૂંટણીમાં જાે જ્ઞાતિ આધારિત ચૂંટણી લડવામાં આવે તો બહુમતી ધરાવતા પાટીદાર સમાજ ની વોટબેંક ગુમાવી ન પડે એ માટે પાટીદાર સમાજના વ્યક્તિને મુખ્યમંત્રી પદે સ્થાન આપવામાં આવ્યું હોય એમ માનવામાં આવી રહ્યું છે.