કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં અન્ય રાજ્યોના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આજરોજ ભૂપેન્દ્ર પટેલ દ્વારા શપથગ્રહણ કર્યા હતાં. ત્યારે ભૂપેન્દ્ર પટેલ પોતે ઘાટલોડિયાનાં ધારાસભ્ય તથા ય્ત્ન-૧૮ જિલ્લાના પ્રભારી હતાં. આ પ્રભારીની કામગીરી દરમ્યાન તેમણે ગરીબોને કીટથી લઈને કોરોનાની મહામારીમાં સેવા કરી હતી. ત્યારે ભાજપના શહેર પ્રમુખ તથા તેમની ટીમ દ્વારા કોરોનાની મહામારીમાં લોકડાઉન વખતે ગરીબોને કીટ આપવામાં આવી હતી જે તસવીરમાં ભાજપ શહેર પ્રમુખ રુચિર ભટ્ટ તથા તેમની ટીમ સાથે જાેઈ શકાય છે. જ્યારે પોતે ભાજપ કમલમ (કોબા) ખાતે આવ્યા ત્યારે હરોળમાં એકલા બેઠાં હતાં. જે તસવીરમાં જાેઈ શકાય છે.ત્યારે તેમની જાહેરાત બાદ ભાજપમાં નવુ જ નામ આવતાં ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે તસવીરમાં ભૂપેન્દ્ર પટેલ એક સામાન્ય માનવીની જેમ જ તેમની રહેણકરણી દેખાઈ આવે છે. આજરોજ બપોરે યોજાયેલા શપથગ્રહણમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.