તમે ઓનલાઈન શોપિંગ કરો છો?

Spread the love

તમે ઓનલાઈન શોપિંગ (Online Shopping) કરો છો તો આ ન્યૂઝ ખાસ જોજો. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Cyber Crime branch) ઓનલાઇન શોપિંગ કૌભાંડ (Online Shopping Scam)નો પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઇમ (Cyber Crime)ની ટીમે બે આરોપીઓની ધરપકડ કારી છે, બંને આરોપીઓ ઑનલાઇન શોપિંગ કરનાર ગ્રાહકોના ઓર્ડર બારોબાર મેળવી લેતા હતા. કેવી રીતે કરતા હતા ચીટીંગ (Fraud) જોઈએ પુરો અહેવાલપોલીસ ગિરફતમાં આવેલ ગૌતમ ઉર્ફે પૃથ્વી બારડ, અને નિલેશ બાબરીયા બંને યુવકો પબજી ગેમ રમતા દરમ્યાન મુલાકાત બાદ મિત્રતા થઈ હતી, બંને આરોપીઓએ કઈ ખાસ અભ્યાસ કર્યો નથી તે છતાં માસ્ટર માઈન્ડ છે. આરોપીઓ flipkart, Myntra, brand fectory, TATA cliq જેવી બીજી વેબ સાઈટના ગ્રાહકોના ઑનલાઇન ડિલિવરી કરેલા ઓર્ડરને હેક કરીને સરનામું બદલી કોઈપણ રીતે મેળવી લેતા હતા. બંને આરોપીઓએ ટેલીગ્રામમાંથી આ તમામ ડેટા મેળવી ભોગ બનનારના યુઝર દ્વારા તેને હેક કરી આ સમગ્ર કૌંભાડ આચર્યું હોવાનું સામે આવ્યું છે.આરોપીઓ હેકિંગ કરવા માટે પ્રોક્ષી આઇ પી એડ્રેસનો ઉપયોગ કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપીઓએ આ સિવાય ott પ્લેટફોર્મના પણ ડેટા હેક કરી વગર ખર્ચે ott પ્લેટફોર્મનો લાભ લેતા હતા.. તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ ટેલીગ્રામ એપ્લિકેશન પરથી એક હેકિંગ ટૂલ ડાઉનલોડ કરતા હતા અને તેના આધારે ગ્રાહકોના આઇ પી બ્લોક ના થાય ધ્યાન રાખીને કૌભાંડ કરતા હતા. પોલીસે તપાસ શરુ કરી તો જાણવા મળ્યું છે કે, માત્ર ગુજરાતમાં જ નહિ પરંતુ સમગ્ર દેશના ગ્રાહકોના ઓર્ડર મેળવી લઈ કૌભાંડ આચરતા હતાં.ઉલ્લેખનીય છે કે આરોપીઓ ઓર્ડર કોઈ ઘર અથવા ફાઈનલ જગ્યા નહિ પરંતુ રોડ પર જ ઓર્ડરની ડિલિવરી મેળવવા હતા. અત્યાર સુધીમાં બંને આરોપીઓએ ૧૦૦૦થી વધુ ચિટિંગ કરી હોવાનું સામે આવ્યું છે. જોકે સાયબર ક્રાઈમ ૯૨ વસ્તુ રિકવર કરી છે. આરોપીઓ પશ્ચિમ બંગાળથી એક ડમી સિમકર્ડ લાવ્યા હતા, જે સીમ કાર્ડ માત્ર ઓર્ડરની ડિલિવરી માટે અડધો કલાક ચાલુ રાખી બંધ કરી દેતા હતા. જેથી કરીને પોલીસ તેમને ટ્રેક ના કરી શકે. આરોપી ખાસ કરીને જે એડવાન્સ પેમેન્ટ કરીને ઓર્ડર કરતા હતા, તેવા ગ્રાહકોને ટાર્ગેટ કરતા હતા.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com