સરકાર દ્વારા લંચ-ભ્રષ્ટાચાર ડામી દેવાયાના દાવા વચ્ચે નવા-નવા ભાંડાફોડ થતા રહ્યા હોય અને લાંચની રકમ હવે લાખોમાં થઈ ગઈ હોય તેમ પંચમહાલના મહિલા ટીડીઓ સહિત ચાર કર્મચારીઓ 4.45 લાખની લાંચ લેતા લાંચ-રુશ્વત વિરોધી બ્યુરોના છટકામાં ઝડપાઈ ગયા હતા.આ કેસની જાણવા મળતી વિગતો પ્રમાણે પંચમહાલના શેહરામાં મનરેગા સહિતની સહકારી યોજનાઓના કોન્ટ્રાકટ રાખતા કોન્ટ્રાકટર દ્વારા મનરેગા હેઠળ રોડ, કુવા, ચેકડેમના કામો રાખવામાં આવ્યા હતા અને તે કામ માટેની કાચી સામગ્રી સપ્લાય કરવામાં આવી હતી.આ રો મટીરીયલ્સ સપ્લાય કરવા પેટે 2.75 કરોડ તથા 1.71 કરોડના બીલ હતા તે આપવા પેટે મહિલા ટીડીઓ સહિત ચાર કર્મચારીઓએ લાંચ માંગી હતી.આ મામલે ફરિયાદી દ્વારા લાંચરૂશ્વત બ્યુરોનું ધ્યાન દોરવામાં આવતા છટકુ ગોઠવવામાં આવ્યુ હતું. શેહરા માર્કેટયાર્ડ ખાતે ફરિયાદીની દુકાને લાંચની રકમ લેવા આવતા ત્રણ કર્મચારીઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા. મહિલા તાલુકા વિકાસ અધિકારી રકમ લેવા રુબરુ આવ્યા ન હતા. પરંતુ વચેટીયાને મોકલ્યો હતો તેની પણ અટક કરવામાં આવી હતી.અમદાવાદ એસીબીના પોલીસ ઈન્સ્પેકટર કે.કે.ડીંડોડના માર્ગદર્શન હેઠળ થયેલી આ કાર્યવાહી અંતર્ગત શહેરાના મહિલા ટીડીઓ ઝરીના વસીમ અંસારીને 4.45 માંથી 2.45 લાખ દેશના હતા તે માટે હંગામી કર્મચારી એવા રીયાઝ રફીક મનસુરીને મોકલ્યો હતો. શક પડતા તેણે રકમ સ્વીકારી ન હતી. પરંતુ વાતચીતના આધારે તે લાંચની રકમ લેવા આવ્યાનું સ્પષ્ટ થયું હતું. આ સિવાય શહેરા તાલુકા પંચાયતના મનરેગા વિભાગના હંગામી હિસાબી સહાયક હેમંત પ્રજાપતી તથા કૃષિ વિભાગના કિર્તીપાલ સોલંકી 1-1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. એસીબી દ્વારા ટીડીઓ સહિત ચારેયની અટક કરવામાં આવી હતી અને લાંચરૂશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.અમદાવાદના પોલીસ ઈન્સ્પેકટર 10000ની લાંચ લેતા ઝડપાયાઅમદાવાદમાં એકથી વધુ વખત વિવાદોમાં આવી ચુકેલા પોલીસ ઈન્સ્પેકટર એફ.એમ.કુરેશી 2,10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. કોર્પોરેશનમાં ઢોર પકડવાની ગાડીના ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેકટરે રસ્તા પર રખડતી ગાયને નહીં પકડવા 20000ની માંગણી કરી હતી છેવટે 10 હજારમાં સોદો થયો હતો. આ મામલે એસીબીમાં ફરિયાદ થતા છટકુ ગોઠવવામાં આવ્યુ હતું. લાંચની રકમ આપવા એરપોર્ટ સર્કલ પાસેની એરપોર્ટ ઈન હોટેલમાં બોલાવાયો હતો ત્યાં જ રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.