આ દેશમાં રહેવા માટે સરકાર આપે છે રૂપિયા સામેથી દેશમાં રહેવા બોલાવે છે સાવ સસ્તાંમાં મળી રહી છે જમીન
કેમ મળે છે રૂપિયા કોરોના મહામારી ફેલાયા બાદ લોકોનું ફરવાનું બંધ થઇ ગયું હતું. જેના કારણે ઘણા દેશોમાં ભારે નુકસાન થયું છે. ઘણા શહેર તો એવા છે કે જ્યાં લોકોના મૃત્યુથી જાણે વીરાન થઇ ગયું છે. તેવામાં ત્યાં રહેવા માટે સરકાર રૂપિયા આપે છે. જો તમે પણ USAના કોઇ શહેરમાં રહેવા માંગો છો તો ઓકલાહોમા રાજ્યનું શહેર તુલસા તમારા માટે સારો વિકલ્પ છે. અહીં વસવા પર તમને ગ્રાંટ તરીકે 7.4 લાખ રૂપિયા મળશે. સાથે જ તમને ફ્રી ડેસ્ક સ્પેસ અને નેટવર્કિંગ ઇવેન્ટમાં સામેલ થવાની પણ તક મળશે. મિનેસોટા કે બેમિજી શહેરમાં શિફ્ટ થવા પર તમને 1.8 લાખ રૂપિયા ગ્રાંટ મળશે. ઇટલીમાં વસવા માટે કેન્ડેલા અને કેલાબેરિયા જેવા શહેરમાં તમને આર્થિક સહાયતા મળી શકે છે. અહીં કોઇ સિંગલ વ્યક્તિ રહેવા આવે તો તેને 1 લાખ રૂપિયાથી વધારે ગ્રાન્ટ મળે છે. કેલાબેરિયામાં રહેવા માટે તમારી ઉંમર 40 વર્ષ કરતાં નાની હોવી જોઇએ. જે તમે સ્પેનના પોંગા ટાઉનમાં વસવા જઇ રહ્યાં છો તો તમને 2.6 લાખ રૂપિયા મળી શકે છે. જો કોઇ કપલનું બાળક થાય છે તો બાળકને અલગથી 2.6 લાખ રૂપિયા આપવામાં આવશે. 45 વર્ષથી ઓછા લોકો માટે સ્વિટ્ઝરલેન્ડના એલ્બીનેનમાં સેટલ થવા પર સારી ઓફર છે. આ ઑફર માત્ર તે જ દેશના નાગરિકો માટે છે.ગ્રીસના એન્ટીકોયથેરા આઇલેન્ડ પર ઘર બનાવવા માંગો છો તો તમને માત્ર 43 હજાર રૂપિયામાં જમીન મળશે પરંતુ શરત એટલી કે જમીન મળ્યા બાદ 3 વર્ષમાં જ તમારે ઘર બનાવવું પડશે.