સચિને પત્નીને છૂટાછેડા આપી હિનાને લગ્ન કરી કેનેડા લઇ જવાનો વાયદો પણ કર્યો હતો હિનાએ બે વર્ષ પૂર્વે શાહીબાગ પોલીસ મથકમાં સચિન સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતીદુષ્કર્મની ફરિયાદમાં સમાધાન થયું હતું સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર હિના ઉર્ફે મહેંદી હત્યા કેસમાં નવો ખુલાસો થયો છે. સચિને માસુકા હિનાને પત્ની સાથે ડાયવોર્સ લીધા બાદ લગ્ન કરી કેનેડા લઇ જવાનો વાયદો કર્યો હતો. જો કે આ વાયદામાં સચિન પાર નહીં ઉતરતા આખરે હિનાએ તેની સામે અમદાવાદ શાહપુર પોલીસ મથકમાં લગ્નની લાલચ આપી છેતરપીંડી કર્યા અંગેની ફરિયાદ આપી હતી. જો કે આ ફરિયાદ FIR સુધી પહોંચી નહોતી. આ ઘટના મામલે બંને પરિવારના સભ્યોએ ત્યારબાદ સમાધાન કરી લીધું હતું. એટલું જ નહીં પરંતુ પોતાના પતિના પ્રેમસંબંધ મામલે સચિનની પત્ની પણ વાકેફ હતી. હિનાની ફરિયાદ બાદ ઉપરોક્ત બાબત સામે આવી છે. અત્યાર સુધી સમગ્ર ઘટનાથી સચિનની પત્ની વાકેફ નહીં હોવાનું બહાર આવ્યું હતું. પોલીસની પૂછપરચછમાં પણ તે સમગ્ર પ્રકરણે અજાણ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જો કે ધીરેધીરે સમગ્ર ઘટનાક્રમ પરથી પડદો ઉંચકાઇ રહ્યો છે. હિનાએ પોલીસને જે અરજી સ્વરૂપે ફરિયાદ આપી હતી તેમાં તેણે ઉલ્લેખ કર્યો હતો. સચિને પોતાની પત્નીને ડાયવોર્સે આપ્યા નહતા. ઉપરોક્ત ફરિયાદ બાદ બંને પક્ષે સમાધાન થયા બાદ સચિન અને હિના અલગ પડી ગયા હતા. જો કે ત્યારબાદ પુન: તેઓ ભેગા થયા હતા અને આ પ્રેમપ્રકરણ આખરે કરૂણ અંજામ પર પહોંચ્યું હતું. હિનાએ જીવન આસ્થા પાસે ફોન કરી મદદ માંગી હતી હિના અને સચિનનો પ્રેમ વર્ષ 2018ની સાલથી શરૂ થયો હતો. આ સમયે હિના અને સચિન બંને પરિણીત હોવાનું હિનાએ 1લી નવેમ્બર 2019ની સાલમાં ગાંધીનગર જીવન આસ્થાને કરેલા કોલ પરથી પ્રસ્થાપિત થઇ રહ્યું છે. હિનાએ જીવન આસ્થાને ફોન કરીને તે પતિ સાથે રહે કે પ્રેમી સાથે તેની સલાહ માંગી હતી. જીવન આસ્થાની ટીમે તેનું સતત ફોન પર કાઉન્સેલીંગ કર્યું હતું અને તેને પ્રેમી સાથેના અવૈધ સંબંધોનો અંત લાવી પતિ સાથે રહેવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે હિનાના લગ્ન આદિલ નામના શખ્સ સાથે થયા હતા. જે મૂળ ઉત્તરપ્રદેશનો વતની હતો. હિના પતિ સાથે રહેવા અને તેના પરિવારજનો ઉત્તરપ્રદેશ હોય તેની સાથે મનમેળ આવશે કે નહીં તે અંગે દ્વિધામાં હતી. બીજીતરફ તેનો પ્રેમી હતો.