રાજ્યના 17માં મુખ્યમંત્રી બનતા જ ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) સક્રિય થઇ ગયા છે. એક બાદ એક મોટા નિર્ણયો લઈ રહ્યા છે ત્યારે ગુજરાત સરકારના કર્મચારી(Government employees)ઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વની અને મોટી જાહેરાત કરી છે. ત્યારે હવે ગુજરાતના સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી હોય તેવું લાગી રહ્યું છે.
ભૂપેન્દ્ર પટેલના એક નિર્ણયથી ગુજરાતમના સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ છે. કારણ કે સરકારી કર્મચારીઓનેલઈને રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં નવી સરકારની નિમણુંક થયા બાદ આવ્યા બાદ એક પછી એક મોટા અને મહત્વના નિર્ણયો લઈ રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી કર્મચારીઓ લઈને એક મોટો અને મહત્વ પૂર્ણ નિર્ણય લીધો છે.
ત્યારે આ વખતે સરકારે કર્મચારીઓની દિવળી સુધારી દીધી હોય તેવું મુખ્યમંત્રીના આ નિર્ણય પરથી લાગી રહ્યું છે. દિવાળીને લઈને સરકારે આ વખતે સરકારી કર્મચારીઓનો પગાર વહેલા કરી દેવામાં આવશે તે પ્રકારનો નિર્ણય કર્યો છે, અત્રે ઉલ્લેખનીય છે કે, 4 નવેમ્બરે દિવાળી આવતી હોવાથી સરકારી કર્મચારીઓને પગારને લઈને કોઈ મુશ્કેલી ઉભી ન થાય તે માટે સરકારે દિવાળી પહેલા જ પગાર કરી દેવાની સૂચના આપી દીધી છે. જેને લીધે સરકારી કર્મચારીઓ સારી રીતે અને જોશથી દિવાળી ઉજવી શકે છે. દિવાળી પહેલા જ કર્મચારીઓનો પગાર થશે એ નિર્ણય બાદ કર્મચારીઓમાં ખુશીનો માહોલ સર્જાઈ જવા પામ્યો છે.દિવાળીને લઈને સરકારી કર્મચારીઓ અંગે મોટો નિર્ણય:અત્રે ઉલ્લેખનિય છે કે, આ વખતે દિવાળી 4 નવેમ્બરે આવી રહી છે. ત્યારે સરકારી કર્મચારીઓનો પગાર 25 કે 26 ઓક્ટોબર સુધીમાં કરી દેવામાં આવશે તેવી જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે, એટલું જ નહીં વધુમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પેન્શન વહેલા સમયમાં જમા થશે. જેને લીધે કર્મચારીઓ દિવાળી આનંદથી અને ઉત્સાહથી ઉજવી શકે છે. આ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવતા કર્મચારીઓમાં ખુશીનો માહોલ સર્જાઈ જવા પામ્યો છે.