સાડી (Saree )અને ડ્રેસ મટિરિયલ્સને(Dress Materials ) પેક કરવા માટે ઉપયોગમાં લેવાતા બોક્સ (box ) અને પ્લાસ્ટિકના ભાવમાં 10 થી 15 ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે. પેકેજીંગ ઈન્ડસ્ટ્રીઝમાં પણ રો મટિરિયલ્સની અછતને કારણે ભાવવધારો અમલી કરવામાં આવ્યો છે. દિવાળીનો સમય અને લગ્નસરાની સીઝન કાપડ માર્કેટ માટે ખુબ મહત્વની હોય છે. હાલ બંને મોટા તહેવારો સામે છે ત્યારે વેપારીઓને માથે એક નવી મુસીબત આવી છે. દરમ્યાન હાલ નવરાત્રી અને દિવાળીના તહેવારને પગલે બહારગામથી વેપારીઓ સાડી, ડ્રેસ મટીરીયલ્સ સહિતનું કાપડ મટીરીયલ્સ ખરીદવા માટે સુરત આવ્યા લાગ્યા છે. કોરોનાની બીજી લહેર શાંત પડતા જ સુરતના વેપારીઓને પણ ઉત્તરના રાજ્યો અને ડકશું ભારતમાંથી સારા પ્રમાણમાં ઓર્ડર મળી રહ્યા છે. શહેરમાંથી 300 થી વધુ ટ્રકો દ્વારા કાપડની ડિલિવરી થઇ રહી છે. તહેવારની સીઝન તેજી પકડી રહી છે. ત્યારે સાડી અને ડ્રેસ મટિરિયલ્સને પેક કરવા માટે વપરાતા બોક્સ અને પ્લાસ્ટિકના પેકેજીંગના દરમાં 10 થી 15 ટકાનો વધારો થયો છે. પેકેજીંગ ઈન્ડસ્ટ્રીઝમાં પણ રો મટિરિયલ્સની અછતને કારણે આ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 10 થી 15 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
ફેડરેશન ઓફ સુરત ટેક્સ્ટાઇલના ડિરેક્ટર રંગનાથ શારદાએ જણાવ્યું હતું કે ગત વર્ષે કોરોનાના કારણે માત્ર 7 દિવસનો જ વેપાર માટે સમય મળ્યો હતો. આ વખતે કોરોનાનું સક્ર્મણ ઓછું થતા માર્કેટો રાબેતા મુજબ ચાલી રહી છે. ત્યારે પ્રોસેસિંગ ચાર્જમાં વધારો તેમજ ટ્રાન્સપોર્ટ ચાર્જ અને પેકેજીંગ ચાર્જમાં પણ વધારો થતા તેની સીધી અસર વેપારીઓના નફા પર પડી રહી છે. આમ પ્રોસેસર્સ દ્વારા જોબચાર્જનાં ભાવમાં વધારો, ટ્રાન્સપોર્ટરો દ્વારા ભાડામાં વધારા બાદ હવે સાડી ડ્રેસ મટીરીયલ્સ વગેરે પેકીંગ કરવા માટે વપરાતા બોક્સ અને વિવિધ પ્લાસ્ટિકના ભાવમાં પેકેજીંગ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા લગભગ 15 ટકા સુધીનો વધારો ઝીંકવામાં આવતા વેપારીઓની સ્થિતિ તહેવારો ટાણે જ કફોડી બની ગઈ છે.
કોરોના પછી માંડ માંડ ટેક્સ્ટાઇલ ઉધોગ પાટે ચડી રહ્યો છે. વેપારીઓને ઓર્ડર મળવા લાગ્યા છે. તો બીજી તરફ રો મટિરિયલ્સ, જોબ ચાર્જ, ભાડું, ટ્રાન્સપોર્ટેશન અને હવે પ્લાસ્ટિક પેકેજીંગના ભાવ વધારતા માર્કેટની હાલત કફોડી થઇ છે.
Surat : ડાયમંડ સ્ટડેડ જવેલરીની ડિમાન્ડ વધતા સુરતનાં વેપારીઓનાં દિવાળી પહેલા બખ્ખા
સુરતના જમણ માટે હવે મનપા નવી નીતિ બનાવશે, મોબાઈલ ફૂડ કોર્ટ ચલાવનારા લોકો હવે કાયદાના દાયરામાં આવશે