ગુજરાતમાં પહેલીવાર ફુડ ઓન વ્હીલ પ્રોજેક્ટને સુરત મ્યુનિ.ની સ્થાયી સમિતિએ મંજુરીની મ્હોર મારી છે. રજીસ્ટ્રેશન ફી રૃા.5000થી રૃા.7500 રહેશે. શહેરમાં 1000 કરતા વધુ વાહનોમાં ખાદ્યપદાર્થો સહિતની સામગ્રીનું વેચાણ થઇ રહ્યું છે.\
વિસ્તારમાં થ્રી વ્હીલર અને ફોર વ્હીલર પર એક હજાર લોકો ખાદ્ય સામગ્રીનું વેચાણ કરે છે. વાહનોમાં વેચાણ થઈ રહ્યું છે તેને કાયદેસરતા આપવા ફુડ ઓન વ્હીલ પ્રોજેક્ટ શરૃ કરાશે. સ્થાયી સમિતિમાં દરખાસ્ત થઇ હતી તેમાં રજીસ્ટ્રેશન ફી થ્રી વ્હીલર માટેર રૃા.10 હજાર અને ફોર વ્હીલર માટે રૃા.15 હજારનો ઉલ્લેખ હતો. જો કે, તેમાં ૫૦ ટકા ઘટાડો કરીને દરખાસ્ત મંજુર કરવામાં આવી છે. રજીસ્ટ્રેશન ફીમાં ઘટાડા સાથે દરખાસ્તમાં સૂચવાયેલા નિયમો પણ હળવા કરી દેવાયા છે. ફાયર વિભાગનું સર્ટિફિકેટ લેવાનું જરુરી રહેશે નહીં. પણ આગ બુઝાવવા માટેના સાધનો રાખવા પડશે. વાહનોમાં ફુડનું વેચાણ કરતાં વધુ લોકો રજીસ્ટ્રેશન કરે તે માટે પાલિકાએ ફી ઘટાડવા સાથે નિયમો પણ હળવા કર્યા છે. ત્યારે હવે કેટલા લોકો રજીસ્ટ્રેશન કરાવે છે તે આગામી દિવસોમાં ખબર પડશે. રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તેવા સંજોગોમાં પાલિકાએ જે પોલીસી મંજૂર કરી છે તે મુજબ દંડની વસુલાત પણ કરવામાં આવશે.