હાલમાં નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે. ત્યારે નવરાત્રિના પર્વમાં વધતી જતી મોંઘવારીને લઈને સુરત શહેરમાં મોંઘવારીનો એક અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર સુરતના પુણા વિસ્તારમાં આવેલી સત્યનારાયણ સોસાયટીમાં રહેતા લોકોએ પેટ્રોલ-ડીઝલના કેન, તેલના ડબ્બા અને ગેસના બાટલા સહિતની ચીજવસ્તુઓ પોતાના માથે મૂકીને એક અલગ અંદાજમાં ગરબા લીધા હતા.સાથે જ સરકારે મોંઘવારીને કાબુમાં લેવા માટેની રજૂઆતો પણ કરી હતી. દેશમાં કોરોનાની મહામારી ના કારણે જ તરફ લોકોના ધંધા અને રોજગાર ભાગી પડી છે. ત્યારે બીજી તરફ દેશમાં દિવસેને દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓ પેટ્રોલ-ડીઝલના ભાવ, રાંધણગેસના ભાવ વધારો થઈ રહ્યો છે.તેની સામે સુરત વાસીઓએ આ રીતે વિરોધ કર્યો છે. સત્યનારાયણ સોસાયટીમાં રહેતા બાળકો, મહિલાઓ અને પુરુષોએ પેટ્રોલ, ડીઝલ, ગેસની બોટલ સહિતની ચીજવસ્તુઓ લઈને વિવિધ પ્રકારના બેનરો ગળામાં લગાવીને ગરબે રમ્યા હતા અને મોંઘવારીનો વિરોધ કર્યો હતો.આ ઉપરાંત બાળકોએ ગળામાં પહેરેલા બેનરમાં લખ્યું હતું કે બહુત હુઈ મહેંગાઈ કી માર અબકી બાર મોદી સરકાર આ રીતે બાળકોએ પણ વિરોધ કર્યો હતો. ગરબા ના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે પુરુષો પોતાના માથે ગેસનો બાટલો અને તેલનો ડબ્બો લઈને ગરબા રમી રહ્યા છે.