ગાંધીનગરના નવા મેયરની પસંદગી માટે ગુરૃવારે સામાન્ય સભા

Spread the love

ગાંધીનગર કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી સંપન્ન થયા બાદ ૪૪માંથી ૪૧ બેઠક જીતીને જંગી બહુમતિ ભાજપે મેળવી લીધી હતી ત્યારે નવરાત્રી પૂર્ણ થયા બાદ હવે આગામી ગુરૃવારે કોર્પોરેશનની સામાન્ય સભા બોલાવવામાં આવી છે જેમાં ગાંધીનગરમાં આગામી મેયરની પસંદગી કરવામાં આવશે.
તો આ સાથે સ્ટેન્ડીંગ ચેરમેન અને ડેપ્યુટી મેયર પણ પક્ષ દ્વારા નક્કી કરાશે. કોર્પોરેશન તંત્રએ સામાન્ય સભાના હોલમાં પ્રથમવાર ૪૪ કોર્પોરેટરો માટે બેઠક વ્યવસ્થા ગોઠવી દીધી છે.
રાજયના પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ ગઈ હતી અને ૪૪ પૈકી ૪૧ બેઠકો ઉપર ભાજપે જીત હાંસલ કરી હતી. જયારે આપના ફાળે એક અને કોંગ્રેસને બે બેઠકો મળી હતી. ત્યારે નવરાત્રીના પર્વ દરમ્યાન ભાજપે સામાન્ય સભા બોલાવવાનું મુનાસીફ માન્યું નહોતું હવે નવરાત્રીના તહેવારો પૂર્ણ થઈ ગયા છે અને ચૂંટાયેલા કોર્પોરેટરો પણ વિસ્તારની મુલાકાતો લઈને મુકત થયા છે જેના પગલે હવે આગામી ગુરૃવારે તા.ર૧ ઓકટોબરે કોર્પોરેશનની સામાન્ય સભા બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ પ્રથમ સામાન્ય સભામાં કોર્પોરેશનની ટર્મની શરૃઆત થશે. સામાન્ય સભામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અને સભ્યોની વરણી કરવામાં આવશે. ગાંધીનગર કોર્પોરેશનની સામાન્ય સભા ખંડમાં અત્યાર સુધી ૩ર કોર્પોરેટરો બેસે તેવી વ્યવસ્થા હતી. હવે ૪૪ કોર્પોરેટરો બેસવાના હોવાથી તે પ્રકારે વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ વખતે વિપક્ષમાં ત્રણ જ સભ્યો હોવાથી મેયરની ચૂંટણી યોજાય તેવા કોઈ સંકેત દેખાતાં નથી જેથી ભાજપ પક્ષ દ્વારા મેન્ડેટ આપવામાં આવશે તે મેયર સહિતના પદાધિકારીઓની સીધી પસંદગી જ કરવામાં આવશે. હાલ તો ભાજપમાં મેયર સહિતના હોદ્દાઓ મેળવવા માટે લોબીંગ ચાલી રહયું છે કેમકે આ વખતે અનુ.જાતિના મેયર આવવાના હોવાથી ભાજપ પાસે બે જ કોર્પોરેટરો છે જેમાં હિતેશ મકવાણા અને ભરત દિક્ષિતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન માટે પણ ભાજપ જ્ઞાાતિના સમીકરણો ધ્યાને રાખે તેમ લાગી રહયું
છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com