ગુજરાતમાં હાલ કોરોના સંક્રમણ કાબૂમાં છે પરતું લાગી રહ્યું છે કે હવે કેસ વધી રહ્યા છે રાજ્યમાં હજુ પણ કોરોના કેસ એક્ટિવ છે ત્યારે સુરતના ન્યૂ સિટી લાઈટ વિસ્તારમાં કોરોનાના નિયમોનું નેવે મુકીને ક્લાસીસ ચાલી રહ્યા છે, મહત્વનું છે કે સુરતમાં છેલ્લા 5 દિવસમાં 7 વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેને લઈ આ વિસ્તારમાં આવેલી જ્ઞાનવૃદ્ધિ ક્લાસીસને તંત્ર દ્વારા હાલ 14 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે.એટલું જ નહીં તંત્રએ 124 વિદ્યાર્થીઓના ટેસ્ટિંગ માટેની પણ કાર્યવાહી હાથ ધરી છે.શહેર અને જિલ્લામાં ધીમા પગલે કોરોના સંક્રમણ આગળ વધી રહ્યું છે. ત્યારે કોરોનાને કાબૂમાં રાખવા માટે મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશનની કામગીરી તેજ કરવામાં આવી છે. સુરત મહાનગર પાલિકા દ્વારા અગાઉ મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. ઝડપથી શહેરીજનોને બન્ને ડોઝ વેક્સિનના મળી રહે તે માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં આજે 28 સેન્ટર પર પ્રથમ ડોઝ,70 સેન્ટર પર બીજો ડોઝ અને 2 વિદેશ જનારા લોકો માટે તથા 37 સેન્ટર પર એપોઈન્ટમેન્ટથી રસી અપાઈ રહી છે. 10 સેન્ટર પર કોવેક્સિનની રસી અપાઈ રહી છે જોવાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 14 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં 6 દિવસમાં કોરોનાથી એકપણ મોત થયું નથી. 20 સપ્ટેમ્બરે પહેલી અને બીજી લહેરના સૌથી ઓછા 8 કેસ નોંધાયા હતા. વડોદરા શહેરમાં સૌથી વધુ 4 કેસ નોંધાયા છે. જ્યારે 5 શહેર અને 30 જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી. તેમજ રાજ્યનો રિક્વરી રેટ 98.75 ટકા પર સ્થિર રહ્યો છે.