GJ-18 મહાનગરપાલીકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ૪૧ સીટો મેળવીને ઝળહળતો વિજય મેળવ્યો છે. ત્યારે ચૂંટણી જીતવા બાદ ૪૧ સીટો જીતતા જાેવા જઇએ તો ભાજપને ટેન્શન વધી ગયા છે. કોને મૂકવા, કોને ન મૂકવા, ત્યારે આવનારી વિધાનસભાની ચૂંટણીને લઇને ઘણાને કોણીએ ગોળ લગાવીને સમય ગબડાવ્યા રાખશે, કારણ કે ૪૧ સીટમાં તમામને પ્રતિનીધીત્વ આપી શકાય નહીં, ત્યારે જાેવા જઇએ તોSC,SC,ST સમાજ તથા અનામત કોઇ સીટ હોયતોજ પ્રતિનીધીત્વ મળે બાકી તમારૂ આવે ત્યારે આવજાે, અથવા વાતકરપવાની, ત્યારે હાલ પૂરતું મેયરનું પદSC, સમાજ માટે અનામત છે. ત્યારે પુરુષ કે મહિલા જેમને પ્રતિનીધીત્વ આપે તે ખરું? બાકી સ્ટે. કમીટી ના ચેરમેન, ડે. મેયરનું પદ અને ખાસ બીજું પક્ષના નેતાનું પદ છે. પણ સ્ટે. કમીટીના ચેરમેન બનવા અનેક લોકો તલપાપડ છે. ત્યારે મહિલાઓને તો વર્ષોથી આ પદ માટે હાથ ધોવા પડ્યા છે, જે મહિલો પદ મેયરનું મળ્યું છે, તેમાં અનામત મહિલા રીઝર્વના કારણે, બાકી ઠન ઠન ગોપાલ, ત્યારે સ્ટે. કમીટીનું પદ મેળવવાOLD GJ-18ના ઘણાજ પ્રતિનીધીઓ ચૂંટાયેલા જાેર મારી રહ્યા છે. ત્યારે જાેવા જઇએ તોOLD GJ-18 ખાતે વિકાસ થઇ ગયો છે. અને જે ભ્રષ્ટાચાર થયો છે, તે તસ્વીરમાં સ્પષ્ટ જાેઇ શકાય છે. ત્યારે નવા સમાવિષ્ટ ગામો, નવા સમાવિષ્ટ ગામોનો વિકાસ થાય, બાકી કુડાસણ, રાયસણ, રાંદેસણ, કોબા જેવા વિસ્તારોની હાલત જુઓ તો ખબર પડે, રોડ, રસ્તા, તુટી ગયા છે, લાખો કરોડોના મકાનમાં રહેતા રહેવાસીઓ કીચ્ચડ, ગંદકીથી ત્રસ્ત થઇ ગયું છે, તંત્ર ફક્ત ટેક્ષ કલેક્શન કરવામાં વ્યસ્ત હોવાથી પ્રજાના કામોનું સીલેક્શન પ્રથમ કરો તેવી લાગણી ઉદ્ભવી રહી છે.
GJ-18 નવા સમાવિષ્ટ વિસ્તારોમાં સાફ-સફાઇનો અભાવ છે. ૨ વર્ષના ટેક્સ કલેક્શનના બિલો ધંધાર્થીઓને મનપા દ્વારા ફરફરીયા પકડાવી દીધા ચે. ત્યારે કોરોનાની મહામારી બાદ ધંધા, રોજગાર ઠપ્પ હોવા છતાં અને અગાઉ GJ-18ના OLD મનપામાં આવતા રહેવાસીઓને મુખ્યમંત્રી, તથા સરકાર દ્વારા ખાસ્સું રીબેટ આપવામાં આવ્યું હતું. તો પછી GJ-18 ન્યુ નગરવાસીઓનો શું વાંક?
રાંદેસણ, રાયસણ, કુડાસણ, સરગાસણ, કોબા, વાવોલ, રાંધેજા, કોલવડા જેવા નવા સમાવિષ્ટ વિસ્તારોની હાલત દયનીય છે. વિકાસ થયો પણ વિકાસની સાથે સ્વચ્છતા, રોડ, રસ્તા તુટી ગયા છે, ત્યારે નવા સમાવિષ્ટ ગામોને વાંચા આપવા તેમાંથી પ્રતિનીધીત્વ મૂકવામાં આવેતેવી પણ માંગ ઉઠવા પામી છે. ત્યારે વર્ષોથી મહિલા અનામત હોય તે બાકી રીઝર્વ સીટ બાદ તમામ સીટ ઉપર પુરુષને જ મુકવામાં આવ્યા છે. ત્યારે મહિલાઓને મહત્વ આપે તેવી પણ કમલમ ખાતે ચર્ચા થઇ હોવાથી ખબરપત્રી દ્વારા જાણવા મળ્યું છે. ત્યારે ઘણીજ મહિલાઓ એવી છે, કે ચૂંટણી તો ગયા પણ વહીવટની કશીજ સમજણ પડતી નથી, ત્યારે મોટા ભાગનો વહીવટ તેમના પતિદેવ કરતાં હોય છે, ત્યારે ૪૧ સીટોમાંથી જે મહિલાઓ ચૂંટાઇ છે, તેમાં ક્વોલીફીકેશન અને હોશીયાર મહિલાઓ કોણ છે, તેની પણ ચકાસણી કરાઇ રહી છે, ત્યારે જ્ઞાતિવાદ જાેવા જઇએ તો મેળ પડે તેમ નથી, જેથી મહિલાઓને પ્રતિનીધીત્વ આપીને તમામ જગ્યાએ મહિલાઓ મૂકવામાં આવે તેવો પણ તખ્તો રચાવા જઇ રહ્યો છે, પણ તેમાં ફાવટ આવી શકે તેમ નથી, ત્યારે ન્યુ GJ-18 એવા નવા સમાવિષ્ટ ગામોમાંથી સ્ટે. કમીટી ચેરમેનનું પદ, ડે. મેયર આપવામાં આવે તેવં લોકમાંગણી ઉઠી છે, ત્યારે ભાજપમાંથી ઘણાજ હોદ્દેદારો GJ-18 OLD માંથી ૨ પદ જેમાં મેયરનું તથા સ્ટે. કમીટીનું પદ મેળવવા મથી રહ્યા છે. ત્યારે ખરેખર જાેવા જઇએ તો ન્યુ GJ-18નું મહત્વ આપવાની જરૂર છે. નવા સમાવિષ્ટ ગામોમાંથી ચૂંટાયેલા પ્રતિનીધીઓને મહત્વ આપવા માં આવે તીવી લોકમાંગણી પ્રજામાં પણ ઉઠવા પામી છે.