GJ-18મહાનગરપાલિકામાં નવા સમાવિષ્ટ વિસ્તારોમાં લાખો-કરોડો ના મકાન માં રહેતા લોકોની હાલત ઘરની બહાર નીકળે એટલે કફોડી થઈ જાય છે,રોડ,રસ્તાની બહાર ખોદકામ ચાલુ ને ચાલુ જ હોય છે,ત્યારે ખોદકામ માં રોડપાળો આવે, પાણીની લાઈન નાખવાથી લઈને એક પછી એક ખોદકામ કરવા આવતા રોડ, રસ્તા બને અને તુટેલા જેવો ઘાટ સર્જાયો છે. ત્યારેGJ-18 સમાવિષ્ટ નવા વિસ્તારો, ગામો ની હાલત કફોડી છે. તેમાં રાયસણ ,રાંદેસણ ,કોબા, કુડાસણ ની હાલત અત્યારે જાેઓ તો ખોદકામ ચાલુ ને ચાલુ, બારે માસ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે રોડ ,રસ્તા પણ તૂટી ગયા છે. સ્થિતિ એટલી કપરી બની છે કે રોડ, રસ્તા પર ડસ્ટબીન પણ એટલી ઉડી રહી છે, કે લોકો વગર કોરોના એ રૂમાલ બાંધીને ફરવું પડે છે.કુડાસણ જેવા મોટા અને વિકસિત વિસ્તાર હવે એવી હાલત થઈ ગઈ છે કે ગંદકી અને ખોદકામથી પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે, ત્યારે એક પછી એક તંત્ર આવીને ખોદકામ કરતાં ખોદકામ ક્યારે બંધ થશે, તે પ્રજામાં પ્રશ્ન પૂછાઇ રહ્યો છે,