કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને WHOના વડા ડોક્ટર ટેડ્રોસ અદનોમ વચ્ચે મંગળવારે ઘણા મુદ્દાને લઇ વાતચીત થઈ. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ WHOના વડા સાથે આરોગ્ય સંબંધિત વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા કરી. તેમણે કોવિડ-19 વિુદ્ધ ભારત સરકારના પ્રયાસોન પ્રશંસા કરી છે.ભારતમાં બુધવારે સવારે 8 કલાક સુધી કોરોના રસીના 99 કરોડથી વધુ ડોઝ આપવામાં આવી ચુક્યા છે અને દેશ 100 કરોડ ડોઝનો આંકડો પાર કરવાની તૈયારીમાં છે. કેન્દ્રએ રાજ્યોને અપીલ કરી છે કે રસીની પર્યાપ્ત સંખ્યામાં ઉપલબ્ધતાને જોતા બીજા ડોઝ પર ધ્યાન કેન્દ્રિત કરે.WHOના વડા ટેડ્રોસ અદનોમે આરોગ્ય પ્રધાન મનસુખ સાથે ટેલિફોન પર વાતચીત દરમિયાન ભારત બાયોટેકની કોરોના રસી કોવેક્સિના વૈશ્વિક સ્તરે ઇમરજન્સી ઉપયોગના મુદ્દે પણ ચર્ચા કરી. તેની સાથે જ આ ટેલિફોનિક વાતચીતમાં કોવેક્સ સુવિધા માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલ એસ્ટ્રાજેનેકા વેક્સિનના સપ્લાયને ફરીથી શરૂ કરવાના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી. આરોગ્ય મંત્રી મનસુખી માંડવિયાએ ટ્વીટ કરીને જણાવ્યું કે WHOના વડા ડો. ટેડ્રોસ સાથે આરોગ્ય સંબંધિત વિભિન્ન મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ. આ દરમિયાન WHOના અન્ય વરિષ્ઠ અધિકારી પણ હાજર હતા. કોરોના રસીકરણમાં ભારત સરકારાના પ્રયાસોની WHOના વડાએ પ્રશંસા કરી છે.
તેમણે અન્ય એક ટ્વિટમાં જણાવ્યું કે અમે 99 કરોડ ડોઝ લગાવી ચુક્યા છે. અમે કોવિડ-19 રસીકરણમાં 100 કરોડનો આંકડો પાર કરવાના છીએ.ટેડ્રોસે મંગળવારે ટ્વિટ કર્યું હતું કે ભારતમાં ચાલી રહેલા COVID19 રસીકરણ કાર્યક્રમ અંગે ચર્ચા કરવા માટે તેમણે ભારતના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સાથે ફોન કર્યો હતો. વૈશ્વિક રોગચાળા કરારની આવશ્યકતા, ડિજિટલ આરોગ્ય, પરંપરાગત દવા. WHO સહિત બધાને મજબૂત કરવા માટે અમે ભારતના સમર્થનને આવકારીએ છીએ.