કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્લીમાં બુધવારે વાલ્મીકિ જયંતિના પ્રસંગે ‘શોભા યાત્રા’ને રવાના કરી. આ દરમિયાન કાર્યક્રમને સંબોધિત કરીને રાહુલ ગાંધીએ વાલ્મીકિ જયંતિ પર લોકોને શુભકામનાઓ આપી. રાહુલ ગાંધીએ કહ્યુ કે તેમણે દેશને જીવવાની રીત શીખવી, પ્રેમ અને ભાઈચારાનો સંદેશ આપ્યો.
આ સાથે રાહુલ ગાંધીએ વાલ્મીકિ સમાજ પર થઈ રહેલા અત્યાચારનો મુદ્દો પણ ઉઠાવ્યો.
વાલ્મીકિ શોભાયાત્રા કાર્યક્રમને સંબોધિત કરીને રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યુ કે આજે બંધારણ, વાલ્મીકિજીની વિચારધારા અને ખાસ કરીને આપણા ગરીબ દલિત ભાઈ-બહેનો પર આક્રમણ થઈ રહ્યુ છે અને આ બધાને દેખાઈ રહ્યુ છે. કોંગ્રેસ પાર્ટી આ આક્રમણ નહિ થવા દે, તે દેશને જેટલુ તોડશે, અમે એટલુ જોડશે.
‘જેટલી તે નફરત ફેલાવશે, અમે એટલો જ પ્રેમ’
કોંગ્રેસ સાંસદે આગળ કહ્યુ કે ભારતના લોકોને બંધારણમાં વાલ્મીકિજી દ્વારા પ્રચારિત વિચારધારાનો ઉપયોગ કર્યો. આજે આપણે તેમની વિચારધારા અને ગરીબ દલિત ભાઈઓ અને બહેનો પર હુમલા જોઈએ છે. તેને સહુ કોઈ જોઈ શકે છે. આખો દેશ જાણે છે કે દલિતો અને નબળા લોકો પર હુમલા થઈ રહ્યા છે. હું દલિત ભાઈઓ અને બહેનોને એક સંદેશ આપવા માંગુ છુ કે કોંગ્રેસ પાર્ટી આ હુમલાને રોકશે. જેટલો તે દેશને તોડશે એટલો અમે દેશને જોડીશુ. જેટલી તે નફરત ફેલાવશે, અમે એટલી જ પ્રેમ અને ભાઈચારાની વાત કરીશુ.
આ સાથે જ ભાજપ પર હુમલો કરીને રાહુલ ગાંધીએ કહ્યુ કે આજે 10-15 લોકો મળીને દેશને ચલાવી રહ્યા છે. દલિત સમાજ પર રોજ અત્યાચાર થઈ રહ્યા છે પરંતુ સમાજ પર કોઈ ધ્યાન નથી આપી રહ્યુ. આજે દેશમાં ડરનો માહોલ છે, ગરીબ અને નબળા લોકોને દબાવવામાં આવી રહ્યા છે. આજે જ્યાં પણ જુઓ ત્યાં બંધારણ, દલિતો અને નબળા લોકો પર આક્રમણ થઈ રહ્યુ છે.