ખાદીનાં વેચાણને પ્રોત્સાહન આપવા સરકારે આ વર્ષે વળતરની ટકાવારી ઘટાડી નાખ્યા બાદ વેચાણ વધારવા હવે અન્ય નુસ્ખાઓ અપનાવી રહી છે. રાજયનાં પ્રાથમિક શિક્ષકોને ખાદી ખરીદવા અને સપ્તાહમાં એક દિવસ ખાદી પહેરીને ફરજ પર આવવા અપીલ કરવામાં આવી રહી છેરાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગની કચેરીએ આ માટે દરેક જિલ્લાનાં પ્રાથમિક શિક્ષણાધિ કારી સાથે આ મુદ્દે વીડિયો કોન્ફરન્સ યોજીને આજે ચર્ચા કરી હતી.
સરકાર એવો આગ્રહ કરી રહી છે કે શિક્ષકો સામૂહિક ખાદી ખરીદીનો કાર્યક્રમ યોજે અને સપ્તાહમાં એક દિવસ ખાદી પહેરીને ફરજ પર આવે. ખાદીનાં ઉત્પાદન સાથે જોડાયેલા લોકોને પ્રોત્સાહન આપવા અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે.
રપ ઓકટોબરે તમામ શિક્ષકો અને વિભાગનાં કર્મચારીઓને સામૂહિક ખાદી પહેરવાનું ફરમાન
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ તા. ૧૬ મીએ આ અંગેનો પરિપત્ર ઈસ્યુ કર્યો છે તેમાં શિક્ષકો ઉપરાંત વિભાગનાં બિન શૈક્ષણિક કર્મચારીઓને પણ ખાદી ખરીદવા અપીલ કરાઈ છે અને કયા તાલુકાનાં કેટલા શિક્ષકોએ કેટલી કિંમતની ખાદી ખરીદી તેનાં આંકડા વિભાગને મોકલવા સૂચનાઓ આપવામાં આવી છે. તા. રપ ઓકટોબરે તમામ શિક્ષકો અને વિભાગનાં કર્મચારીઓને સામૂહિક રીતે ખાદી પહેરવાનું ફરમાન કરાયું છે.
દરેક જિલ્લામાં કોઈ પણ એક દિવસ ખાદી પહેરવા માટે નકકી કરવામાં આવી રહ્યો છે. બુધવારે ગાંધીનગર શિક્ષણ વિભાગનાં કર્મચારીઓ ખાદી પહેરશે તેવું નકકી કરાયુ છે રાજકોટ જિલ્લામાં પણ બુધવાર નકકી કરવામાં આવે તેવી શક્યતા છે આ અંગે ટુંક સમયમાં નિર્ણય લઈ દરેક તાલુકાને જાણ કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ અભિયાન અંતર્ગત શિક્ષણ વિભાગમાં ફરજ બજાવનાર તમામ અધિકારી અને કર્મચારીઓ તથા કાર્યરત તમામ શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા તમામ હોદ્દેદારો, આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને બિન શૈક્ષણિક કર્મચારીઓને વ્યક્તિગત, સામૂહિક રીતે ખાદી ખરીદી અને પહેરણ માટે મહત્વનો કાર્યક્રમ આયોજીત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.આ અભિયાન અંતર્ગત 25મી ઓક્ટોબરથી 2021 સુધીમાં શાળાના તમામ શિક્ષકો વધુમાં વધુ ખરીદી કરે તે હેતુ સર મહત્વના પ્રયાસો થાય, અને બીજી તરફ જે તે દિવસે ખાદીની ખરીદી કરેલ હોય તે અંતર્ગત પત્રકમાં તૈયાર કરવાનું રહેશે. આ હેતુસર પ્રાથમિક શાળામાં ખાદી રજીસ્ટરમાં નોંધણી કરવાની રહેશે. બીજી તરફ માધ્યામિક અને ઉચ્ચતર માધ્યાનિક શાળાઓએ તમામ માહિતિ qcdને અને qcdએ બપોરના 2.00 વાગ્યા સુધીમાં svsને મોકલી આપવાની રહેશે.