મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે ગુજરાત પોલીસે અદ્યતન ટેકનોલોજી અને સાધનો નો મહત્તમ ઉપયોગ કરીને સાયબર ક્રાઇમ સહિત ના ગુનાઓ ને ઉગતા જ ડામી દેવાની સજ્જતા કેળવી છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ગુનો બને પછી તેની તપાસ કરવી અને ગુનેગારો સુધી પહોચવાની જગ્યાએ હવે નવા જમાના અને ટેકનોલોજી ને અનુરૂપ કૌશલ્ય પોલીસ બેડા એ મેળવ્યું છે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેર પોલીસ ની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શરૂ કરાયેલી નવતર પહેલ સાયબર સેઇફ મિશન નો પ્રારંભ કરાવ્યો હતો.તેમણે કહ્યું કે હવે નો યુગ મોબાઈલ અને ઈન્ટરનેટ તથા સાયબર નો યુગ છે
સાયબર સેફ મિશન કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ શહેરના ૪૦૦થી વધુ નાગરિકોના ખોવાયેલા અને ચોરી થયેલા મોબાઇલ મુખ્યમંત્રીશ્રી એ સંબંધિત વ્યક્તિઓ ને પ્રતિક સુપ્રત કર્યા હતારાજ્યની મહિલાઓને સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન આપતું સાયબર સેફ ગર્લ પુસ્તકનું પણ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગુજરાત પોલીસ દ્વારા શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માં સાયબર હેકિંગ અને સાયબર ફ્રોડ અંગેની જાગૃતતા કેળવાય અને આ પ્રકારના ગુનાનો ભોગ બનતા વિદ્યાર્થીઓ અટકે તે માટે યોજાયેલ હેકાથોનના વિજેતા વિદ્યાર્થીઓને મુખ્યમંત્રીશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.લોકોને સાયબર ક્રાઈમનો ભોગ બનતા અટકાવવા માટે એક જન આંદોલન ઊભું કરવાની જરૂર છે, લોકો જેટલા વધુ માહિતગાર હશે એટલા જ સુરક્ષિત રહેશે તેમ તેમણે ઉમેર્યું હતુંગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી,શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી એ પણ આ અવસરે પ્રાસંગિક સંબોધન કર્યા હતા.રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા, મુકેશ ભાઈ પટેલ,અમદાવાદના મેયર શ્રી કિરીટ ભાઈ,સ્ટેન્ડિંગ કમિટી અધ્યક્ષ હિતેશ ભાઈ બારોટ, શહેર પ્રમુખ અમિત ભાઈ શાહ તેમજ પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા,પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા