શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી રાજય શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર, મંત્રીશ્રી  કીર્તિસિંહ વાઘેલા દ્વારા સૌને આપ્યા અભિનંદન

Spread the love

 

આઝાદીના અમુત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે  “ખાદી ફોર નેશન-ખાદી ફોર ફેશન” ના મંત્રને ચરિતાર્થ કરવા શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વણાટકામ ક્ષેત્રે કાર્યરત જરૂરિયાતમંદ લોકોને રોજગારી મળી રહે, તેમજ આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગ સ્વરૂપે સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે સૌ પ્રેરિત થાય અને ખાદી ખરીદી માટે લોકો પ્રોત્સાહિત થાય તેવા ઉમદા હેતુથી તા. ૨૫/૧૦/૨૦૨૧ના રોજ  શિક્ષણ વિભાગના કર્મીઓને સામૂહિક ખાદી ખરીદવા તથા પહેરવા માટે આહવાન કર્યુ હતુ આ આહવાનને સૌ એ ઉપાડી લઈ રૂપિયા ૩૯૭.૪ લાખનું  ૧.૧૭ લાખ મીટર ખાદી ખરીદીને વણાટ કામના કારીગરોને પ્રોત્સાહિત કર્યા છે.

શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી,રાજય શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર, મંત્રીશ્રી  કીર્તિસિંહ વાઘેલા દ્વારા આ અભિયાનને સફળ બનાવવા બદલ સૌને અભિનંદન પાઠવવા મા આવ્યા છે. શિક્ષણ વિભાગના પ્રાથમિક/માધ્યમિક, અને ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ સાથે સંકળાયેલ કુલ ૬૭,૬૧૦ સહભાગી અધિકારીશ્રીઓ/ કર્મચારીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ હસ્તકના કચેરીઓમાં ફરજ બજાવતા આચાર્યો, પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ અને બિન શૈક્ષણિક કર્મચારીઓને વ્યક્તિગત/સામૂહિક રીતે કુલ રૂ. ૩૯૭.૪ લાખનું  ૧.૧૭ લાખ મીટર ખાદી ખરીદી આ અભિયાનમાં ગાંધી જયંતિથી આજ દિન સુધી સૌ સ્વેચ્છાએ બહોળી સંખ્યામાં સહભાગી થયા છે.આ અભિયાન આવનાર સમયમાં પણ સક્રિય પણે ચાલુ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે,આ અભિયાન હેઠળ શિક્ષણ મંત્રી અને અન્ય મંત્રીશ્રીઓ તેમજ તેઓના કાર્યાલય હેઠળ ના કર્મચારીશ્રી ઓ ઉપરાંત અગ્રસચિવશ્રી શિક્ષણ વિભાગ,સચિવશ્રી શિક્ષણ વિભાગ અને શિક્ષણ વિભાગ અંર્તગત ના ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ તેઓના કાર્યાલય હેઠળ ફરજ બજાવતા કર્મચારીશ્રીઓ દ્વારા ખાદી પહેરી અભિયાન ને સફળ બનાવતા અન્ય સહભાગીઓના ઉત્સાહ માં વધારો કરવાનો પ્રયાસ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com