GJ-18 સેક્ટર- ૬ ના મેદાનમાં પોલીસ કર્મીઓ અને મહિલાઓ ઉપવાસ છાવણીમાં પોતાની માંગણી સાથેઉપવાસ પર બેઠા છે ત્યારે આપ પાર્ટીનું પણ ટેકો મળતાં ટેમ્પો જામ્યો છે આવનારા દિવસોમાં વધુ પોલીસકર્મીઓ જાેડાયા તો નવાઈ નહીં.
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર રચાયા બાદ અને વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવ્યા બાદ રેલી, સરઘસો, માંગોથી લઇને અનેક પ્રકારની મોસમ ખીલીજાય છે. ત્યારે હમણાંજ શિક્ષકો દ્વારા પે વધારો કર્મચારી મંડળો દ્વારા પોતાની માંગણી, જી્કર્મચારીઓ દ્વારા આંદોલન, મધ્યાહન ભોજનના કર્મચારીઓ દ્વારા આંદોલન બાદ હવે શોશીયલ મીડીયામાં બાઉન્ડ્રીબાદ પોલીસ કર્મીઓ દ્વારા ગ્રેડ પે વધારાની બુલંદ માંગ સાથે શોશિયલ મીડીયામાં લડાઇ ચાલી રહી છે. ત્યારે ૨૩ જેટલી માંગ સાથે પોલીસ મંડળ પણ હોવું જાેઇએ તેવી પણ માંગ ઉઠવા પામી છે. ત્યારે અગાઉની સરકારને હાર્દિક નામનું વ્યક્તિત્વ નડ્યું હતું અને આનંદીબેનને જવું પડ્યું હતું. ત્યારે હવે પણ હાર્દિક નામના વ્યક્તિત્વથીGJ-18 અને ગુજરાતમાં તહલકો મચ્યો હોય તેમ વિરોધ પક્ષો હવે પોલીસ ગ્રેડ પે ના વધારા માટે પોલીસના સમર્થનમાં આવ્યા છે. ત્યારે હાલ જાેવા જઇએ તો હવે પોલીસ ગ્રેડ પે વધારાની માંગ રાજકીય બની ગઇ છે.ભાજપ દ્વારા હવે નિર્ણય લેવો પણ કઠીન બનશે, ત્યારે હાર્દિક પંડ્યા પોતે પોલીસ કર્મી અમદાવાદ ખાતે છે, અને વિધાનસભા સામે ઉપવાસપર બેસીજતાં GJ-18 ની પોલીસ LCB દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ત્યારે અનેક આંદોલન કરાયોને રેલી, ઉપવાસ છાવણી પર બેસવાની મંજુરી મળતી નથી, ત્યારે હાર્દિક પંડ્યા પોતે ઉપવાસ છાવણી નહીં પણ પોતે સચિવાલય અંદર પ્રવેશ મેળવીને વિધાનસભામાં ઉપવાસ પર બેસી જતા ભારેલો અગ્નિ જેવી સ્થિતિ પેદા થઇ છે, ત્યારે રાત્રે આપ પાર્ટીના કાર્યકરો હાર્દિક તલાટી દ્વારા રામધૂન સાથે LCB કચેરીએ બેસી ગયા બાદ મોડી રાત્રે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી,ત્યારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયા, પણ સમર્થનમાં LCB કચેરી બહાર હાજર રહ્યા છે. ત્યારે LCB કચેરી બહાર ૬૦૦ જેટલા પોલીસ કર્મીઓ ગ્રેડ પે વધારાની માંગ સાથે રાત્રે ભેગા થયા હતા.ત્યારે તેમની માંગણી ના સમર્થનમાં પરેશ ધાનાણી પહોંચ્યા હતા.