GJ-18 મહાનગરપાલિકામાં ભાજપની ૪૧ સીટો સાથે ઝળહળતો વિજય મેળવ્યો છે ત્યારે મેયરપદ ,સ્ટે.કમીટીના ચેરમેન ડેપ્યુટી મેયર તથા સ્ટે. કમિટીના સભ્યોની નિમણૂકો થઈ જવા પામેલ છે.ત્યારે SCસમાજનું રીઝર્વેશન હોવાથી SC સમાજને મેયરપદ નું મળ્યું છે. બાકી પાંચથી વધારે સભ્યો ચૂંટાયા હોવા છતાં કોઇ મલાઇદાર કમિટીમાં પણ ન મુકાતા મનપા હાલ રોશ છે, ત્યારે બ્રહ્મ સમાજ માંથી પણ ચૂંટાયેલા સભ્યો માંથી એક મહિલા અને મૂકવામાં આવી છે ત્યારે રીઝર્વ સીટ હોય ત્યાં સૌ ચુપ, બાકી અન્ય ને મળે લાભ, તેવો ઘાટ સર્જાયો છે. GJ-18 ખાતે મનપાની સ્ટે. કમિટીમાં ૧૨ સભ્યોની નિમણૂક કરવામાં આવી છે તેમાં ચેરમેન તથા ૭ જેટલા સભ્યો પટેલ પાવર છે બાકી ચાર સભ્યો માં બે રાજપુત થી લઈને અન્ય છે ત્યારે અઢી વર્ષ પછી કેવો તબક્કો રહે છે, તે જાેવાનું રહ્યું, બાકી OBC સમાજનું પ્રભુત્વ વધારે GJ-18 ખાતે હોવા છતાં મહિલા પદમાંથી તેજલબેન નાયી ને દંડક તથા ઠાકોર પારુલ બેન ને પક્ષના નેતા બનાવવામાં આવ્યા છે ત્યારે રાજપૂત સમાજ થી આઠ જેટલા સભ્યો ચૂંટાઈને આવ્યા છે, તેમાં ડેપ્યુટી મેયર તરીકે પ્રેમલસિંહ ગોલ, અમે બે જેટલા સભ્યોને સ્ટે.કમિટીમાં સભ્ય તરીકે સ્થાન આપવામાં આવ્યું છે ત્યારે સ્ટે. કમિટી એટલે મલાઈદાર અને વિશેષ કમિટી ગણવામાં આવે છે ત્યારે તેમાં સૌથી વધારે પાટીદાર સમાજનું આ કમિટીમાં દબદબો રહેલો છે. ત્યારે અગાઉ ૧૮ સભ્યો હતા તો પણ તડાફડી ચાલતી હતી અને ૪૧ આવ્યા તો શું ?