સેક્ટરોના મકાન વેચાણ, નોંધ, અભિપ્રાયની કાર્યવાહી ઉપર બ્રેક

Spread the love

GJ-18 ખાતે ૧ થી ૩૦ સેક્ટરો ને વચાવવા માટે સરકારે રાહત દરે કર્મચારીઓને પ્લોટોની ફાળવણી કરવામાં આવી હતી. ત્યારે સાથે સાથે દર વર્ષે ચૂંટાયેલા સાંસદો, ધારાસભ્યો મંત્રીઓને પણ ફાળશવણી કરવામાં આવી છે. ત્યારે હમણાં ૫ વર્ષથી કોઇ નવા પ્લોટ ફાળવવામાં આવ્યા નથી, ત્યારે ૩૦ વર્ષ ના ઇતિહાસમાં અનેક પ્લોટો, મકાનો વેચાઇ ગયા છે. ત્યારે જે કર્મચારીને કે ધારાસભ્યને પ્લોટ રાહતદરે મળેલ હોય તેને પ્રીમીયમ ભાડું પડતું હતું. અને વેચાણની મંજુરી પણ માર્ગ અને મકાન વિભાગ તરફથી લેવી પડતી હતી, મકાન વેચાણની મંજુરી મળ્યા બાદ કલેક્ટરશ્રી શાખાની જમીન ફાળવણી શાખા દ્વારા આદેશ થયા બાદ પ્રીમીયમ ભરીને આ મકાન ટ્રાંન્સફર થું હતું. ત્યારે એકવાર ટ્રાન્સફર થયા બાદ બીજીવાર પ્રીમીયમ ભરવું પડતું નથી, ત્યારે હવે સુપ્રિમકોર્ટમાં ચાલુ કેસ દાખલ થતાં સુપ્રિમ કોર્ટ દ્વારા કેસ નંબર S.L.P 896/2012 ના ૮.૧૦.૨૦૨૧ ના ચુકાદામાં જણાવ્યા મુજબ રાજ્ય સરકારને રાહતદરે ફાળવેલ પ્લોટોમાં, ફાળવણી, વેચાણ, વારસાદ, સહ કબજેદાર વિગેરે જેવી બાબતો અંગે કમીટીની રચના કરી યોગ્ય વ્યવસ્થા કરવા આદેશ કરેલ છે. સદર બાબતે કમીટી સરકારશ્રીમાંથી નિર્ણય ન થાય ત્યાં સુધી કચેરીમાં આવતી GJ-18 શહેરી વિસ્તારમાં રાહતદરે ફાળવેલ પ્લોટની ફેરફાર અરજીઓ અન્યયે નવી કોઇપણ નોંધ ન પાડવા તથા પડેલ નોંધ અંગે તથા અત્રેની જમીન ફાળવણી શાખા દ્વારા આપવાના બાકી રહેતા અભિપ્રાય બાબતે આગળની કોઇપણ પ્રકારની કાર્યવાહી ન કરવા નિવાસી અધિક કલેક્ટર ઇ.ડ્ઢ સિંહ દ્વારા લેખિતમાં સીટી સર્વે સુપ્રિટેન્ડર, સહયોગ સંકુલને લેખિતમાં જાણ કરી છે.

GJ-18 ખાતે ઘણાજ સ્ટેમ્પ ઉપર ૧૦૦ વર્ષના ભાડા પેટે લખાયા છે. કારણ કે ૧૦ વર્ષથી ચાલતા આ લફરાના કારણે લોકોએ સ્ટેમ્પ ઉપર લખાણ કરીને ખરીદ્યા છે. હાલ પ્રીમીયમ, કે મંજુરી મળતી નથી, ત્યારે આવા એક મોટી સંખ્યામાં દસ્તાવેજાે પ્રીમીયમ ભગરવાના સાથે બાકી છે. ત્યારે હાલ ક્લીયર કટ મકાન મળવા પણ ઓછા છે. ૧ થી ૩૦ સેક્ટરોમાં આ સરકારી પ્રશ્નનું નિરાકરણ આવે તો હવે મકાન વેચાણ, કાં ખરીદાય, બાકી અત્યારે લેવાય નહીં તેવુ લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com