“નિરામય ગુજરાત”નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી

Spread the love

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા દર શુક્રવારે નિરામય દિવસ રાજ્યના CHC PHC અને આરોગ્ય કેન્દ્રોમાં ઉજવીને બિનચેપી રોગોની ફોલોઅપ ટ્રીટમેન્ટ તબીબો અને આરોગ્ય કર્મીઓ આપશે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે જાણાવ્યું કે, આ અભિયાન તહેત આરોગ્ય સેવા કર્મીઓ લોકોના ઘરે ઘરે જઇને ત્રીસ વર્ષ કે તેથી વધુની વયના લોકોનો સર્વે કરી બિમારીની વિગતો એકત્ર કરશે અને નિ:શુલ્ક સારવાર સુધીની સુવિધાઓથી “સર્વે ભવંતુ સુખીન:” નો ધ્યેય પાર પાડશે.
મુખ્યમંત્રીશ્રીએ એમ પણ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના નાગરીકોના આરોગ્યની ચિંતા કરીને કોરોના મહામારી દરમિયાન વિનામૂલ્યે કોરોના વેક્સિન આપવાની આગવી સિદ્ધિ મેળવી છે. એટલુ જ નહીં, સ્વચ્છતા અભિયાન, ઘર ઘર ટોઇલેટ, દરેકને ઘર, નલ સે જલ, ઉજ્જવલા યોજના જેવી સુવિધાઓ આપીને હવે સ્વાસ્થ્યપ્રદ જીવન માટે આયુષ્માન ભારત- PMJAY કાર્ડ જેવી આરોગ્યલક્ષી યોજનાઓનો સફળ અમલ કર્યો છે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે આવી યોજનાઓના લાભ લેવા માટેના જરૂરી કાર્ડ જરૂરિયાતમંદ પરીવારો અવશ્ય મેળવી લે તેવી અપિલ પણ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ શ્રી નરેંદ્રભાઇ મોદી અને શ્રી અમિતભાઇ શાહે કંડરેલી વિકાસની કેડી પર વધુ દ્રઢતા સાથે ગુજરાતને આગળ વધારવાની નેમ દર્શાવી હતી. તેમણે કહ્યું કે, વર્તમાન સરકારની આ નવી ટિમ રાજ્યના છેવાડાના માનવી સુધી વિવિધ સરકારી યોજનાઓના લાભ પહોચે તે માટે સંપૂર્ણ કટીબદ્ધ છે.
બેઝીક એટલે કે મૂળભૂત જરૂરીયાતોમાં કોઇ ઉણપ ન રહે અને જિલ્લાઓમાં સર્વાંગી વિકાસ થાય તેવી આ સરકારની પ્રતિબદ્ધતા છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
શ્રી ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય અને શિક્ષણ સહિતની કલ્યાણ યોજનાઓનો વ્યાપક લાભ જન-જન સુધી પહોચાડી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પાર પાડવા જન સહયોગથી આગળ વધવાનું આહવાન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે જન આરોગ્યની સુરક્ષા-પ્રિવેન્ટિવ કેરના હેતુથી આ નવી યોજના શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં ચેપી રોગ કરતાં બીન ચેપી રોગ, જેવા કે, B.P.-લોહીનું ઉંચુ દબાણ, હાર્ટ એટેક, લકવો, કેન્સર, કિડની, પાંડુરોગ, ડાયાબિટિસ જેવા રોગોથી મૃત્યુનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ પ્રકારના રોગોથી કાળજી લેવા ૩૦ થી વધુ વયના નાગરિકોનું દર શુક્રવારે એટલે મમતા દિવસે રાજ્યના PHC, CHC, અને હોસ્પિટલો ખાતે આરોગ્ય સ્ક્રીનિંગ-તપાસ કરવામાં આવશે. જેમાં તેમની આરોગ્યલક્ષી વિગતો સાથેનું એક નિરામય કાર્ડ આપવામાં આવશે. આ પ્રકારના લોકોના આરોગ્ય સુખાકારી માટે બીન ચેપી રોગો માટે સ્ક્રીનિંગ થી સારવાર સુધીની સુવિધાથી સામાન્ય પરિવારનો અંદાજે રૂા.૧૨ થી ૧૫ હજારનો ખર્ચ બચશે.

આ પ્રસંગે મુખ્મંત્રીશ્રી અને અન્ય મહાનુભાવો દ્વારા લાભાર્થીઓને નિરામય કાર્ડ પ્રતિક રૂપે અપાયા હતા સાથે સાથે ‘નિરામય ગુજરાત’ સંદર્ભે પુસ્તકનું વિમોચન પણ કરાયું હતું સાથે સાથે ઉપસ્થિત સૌને ‘ સ્વસ્થ જીવન જીવવા માટેની પ્રવૃત્તિ કરવાનો’ સામૂહિક સંકલ્પ લેવડાવ્યા હતા. મુખ્યયમંત્રીશ્રીએ આ પ્રસંગે ફૂટબોલની મહિલા ખેલાડીઓ સાથે શુભેચ્છા્ મુલાકાત કરી હતી.
આ યોજનાના રાજ્યવ્યાપી પ્રારંભ ના સમયે રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગર પાલિકાઓમાં એક સાથે વિવિધ મંત્રીશ્રીઓ, MLA, MP, સહિત મહાનુભાવો ઇ- માધ્યમ થી જોડાયા હતા.
આ પ્રસંગે પાલનપુર ખાતેના કાર્યક્રમમાં અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, લોકસભાના સાંસદશ્રી પરબત ભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિય, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ગુમાનસિંહ ચૌહાણ, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રભારી શ્રી નંદાજી ઠાકોર, પાલનપુર નગરપાલિકાના પ્રમુખ શ્રી હેતલ બેન રાવળ, ભારત સરકારના પૂર્વ મંત્રી શ્રી હરિભાઈ ચૌધરી, આરોગ્ય અને તબીબી સેવા કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે, નેશનલ હેલ્થ મિશનના ડિરેક્ટરશ્રી રેમ્યા મોહન, બનાસકાંઠા જિલ્લા કલકટરશ્રી આનંદ પટેલ, બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને લાભાર્થી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com