વિજ કંપનીઓને બખ્ખાં, ગ્રાહકોને ડખ્ખા,

Spread the love

વીજ વિતરણ કંપનીઓને વીજ પુરવઠો આપવા દર ત્રણ મહિને કરવો પડતો સંપૂર્ણ ખર્ચ ગ્રાહકો પાસેથી વસૂલવાની કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ પાવરે રાજ્ય સરકારોને છૂટ આપી છે.
ફ્યૂલ પ્રાઈઝ-પાવર પરચેઝમાં વધેલી કિંમત વસૂલાશે. પડતર કિંમતમાં થયેલા વધારાને ત્રિમાસિક ગાળામાં વસૂલી લેવાની છૂટ આપવામાં આવી છે. ખાનગી કંપનીઓના વીજ ગ્રાહકોને પણ આ જાેગવાઈ લાગુ પડશે. હાલ પાવર પરચેઝ કોસ્ટમાં દર ૩ મહિને સુધારો થાય છે.
કંપનીએ ૧૦ પૈસાથી વધુના વધારા માટે પંચની મંજૂરી લેવી પડતી હતી. હવે કેન્દ્રના નવા પરિપત્ર મુજબ કંપનીઓએ આગોતરા મંજૂરીની જરૂર નહીં. જર્કમાં એન્યુઅલ રેવન્યુ રિક્વાયરમેન્ટની દરખાસ્ત વીજ કંપનીઓએ મુકવી પડશે. જર્ક તેનો અભ્યાસ કરીને વધારો કે ઘટાડો કરશે…અગાઉ કંપનીઓ દ્વારા અગાઉ દર ૩ મહિને યુનિટે માત્ર ૧૦ પૈસા જ વસૂલી શકાતા હતા.નવી વ્યવસ્થાના કારણે વીજ ક્ષેત્ર પર રાજ્ય સરકારનું જ સંપૂર્ણ વર્ચસ્વ આવશે. ૨૦૦૩ પહેલા પણ રાજ્ય સરકારના અંકુશ હેઠળ જ સપૂર્ણ સેક્ટર હતું. ૨૦૦૨ની સાલમાં ગુજરાત ઈલેક્ટ્રિસિટી બોર્ડની કુલ નુસાની ૩૨૦૦ કરોડની હતી અત્યાર ગુજરાત વીજ વિતરણ કંપનીઑ એક વર્ષમાં ૨૦૦ કરોડનો નફો ગટકી રહી છે. એક સમયે ગુજરાતની વીજ વિતરણ કંપનીઑનો ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રિબ્યુસન લોકો અંદાજે ૩૮%નો હતો . છેલ્લા વીસ વર્ષ ઘટાડીને ૨૧.૫ ટકા સુધી લાવી દેવામાં સરકાર સફળ થઈ છે.ગુજરાતના વીજ જાેડાણ ઘરાવતા ૧.૩૦ કરોડ ગ્રાહકો પર મોટી રકમના વીજબિલ વધારાનો બોજ આવી જશે. આથી ગુજરાતના કન્ઝ્‌યુમર ફોરમ નવી જાેગવાઈનો વિરોધ કરશે. કોલસાના પુરવઠાની ખેચને કારણે સ્થિતિને સંભાળવામાં ભારતનું વીજ સેક્ટર મોટી કટોકટીનો સામનો કરી રહ્યું છે. આ કટોકટીને હેન્ડલ કરવામાં રાજ્યના વીજ નિયમન પંચો અપેક્ષિત સફળતા મેળવી શક્યા નાથી. તેથી મિનિસ્ટ્રી ઓફ પાવરે જૂની સિસ્ટમને અનુસરવાની ફરજ પડી છે અને વીજ વિતરણ કંપનીઑના પડતર ખર્ચ પ્રમાણે વિજદર વસૂલવાની છૂટ આપી દેવાઈ છે. વીજ નિયમન પંચનું મુખ્ય કાર્ય ગ્રાહકોના હિતને સાચવવાનું હતું પણ આ કામ પાર પાડવામાં તે તદ્દન નિષ્ફળ ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com