પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ કોંગ્રેસના નેતા શ્રી રાહુલ ગાંધીની સલમાન ખુર્શીદની બુકના આધારે હિંદુ ધર્મ અને હિંદુત્વ વિશે કરેલી ટીકાનો આકરો જવાબ આપતાં જણાવ્યું છે કે,ભારતીય સનાતન ધર્મને પોતાની વ્યાખ્યા માટે કોઈના પુરાવાની જરૂર નથી. ભારતીયો માટે હિંદુ ધર્મ અને હિંદુત્વ હંમેશાં શ્રદ્ધેય રહ્યું છે.ભારત એ બધા ધર્મ સંપ્રદાયને આવકારનારો દેશ છે. કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવી કે લાગણી દુઃભાવવી તેવું હિન્દુ ધર્મ અને હિન્દુત્વ શીખવાડતું નથી.પ્રવકતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાહુલ ગાંધી માટે સલમાન ખુર્શીદની બુક કદાચ બાઇબલ હશે, પરંતુ હિન્દુ સમાજ માટે રામાયણ એ જ ધર્મગ્રંથ છે.તેમણે જણાવ્યું કે, ભારતમાં રહીને ભારતની જ ખોદણી કરવી અને ભારતનું નીચું દેખાડવું તેમજ નફરતની વિચારધારા ફેલાવનારાઓને ગુજરાત અને દેશની જનતા ઓળખી ગઈ છે.ભારતમાં રહીને પાકિસ્તાન મેચ જીતે તો તેની ઉજવણી કરવી, ભારતીય લશ્કરના પરાક્રમ અને ગૌરવ સમાન સર્જીકલ સ્ટ્રાઈક વિશે પુરાવાઓ માંગી દુશ્મન દેશના વખાણ કરનારા લોકોએ તે દેશમાં જતું રહેવું જાેઈએ તેમ મંત્રીશ્રીએ હિન્દુ ધર્મ વિશે ટિપ્પણી કરનારાઓને આકરા શબ્દોમાં જણાવ્યું છે.સુપ્રીમ કોર્ટે હિંદુત્વ અને હિન્દુ ધર્મની વ્યાખ્યા કરી છે કોંગ્રેસના નેતાઓ સર્વશ્રી શશી થરૂર, દિગ્વિજયસિંહ, સલમાન ખુર્શીદ અને રાહુલ ગાંધીને ઈચ્છા થાય ત્યારે ગમે તેમ હિન્દુત્વ માટે બોલવું.ભગવાઆતંકવાદ, હિન્દુ તાલિબાન વગેરે જેવા શબ્દો પ્રયોજવા તે તેમની નબળી માનસિકતાના દર્શન કરાવે છે.પ્રવકતા મંત્રીશ્રીએ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા વિશે આકરાં શબ્દોમાં જણાવ્યું છે કે શું રાહુલ ગાંધી મુસ્લિમ અને મુસ્લિમ ધર્મ અલગ છે એવું કહેવાની હિંમત દાખવશે.તેમણે જણાવ્યું કે, આવા કથનો દ્વારા તેઓ હિંદુ ધર્મની પરીક્ષા ન લે. હિન્દુત્વ અને હિંદુ ધર્મ ક્યારેય જુદો ન હોઈ શકે. અમે સૌ દેશવાસીઓને ભારતીયો માનીએ છીએ અને તેમને આવકારીએ છીએ.ભારતમાં રહીને ભારતના ગુણગાન ગાવા જાેઈએ તેના બદલે કોંગ્રેસના રાહુલ ગાંધી પડોશી દેશના ગુણગાન ગાય છે તે તેમને શોભતું નથી. જાે તેમને તેમ જ કરવું હોય તો તેઓ તે દેશમાં ચાલ્યાં જાય તેમ તેમણે આકરી પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું.